Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો : તૈયાર રહેજો, ગમે ત્યારે આવશે પૂર

Ahmedabad Flood : ધરોઈ ડેમમાંથી પાણી છોડાય તો સાબરમતી નદીમાં પાણીની આવક થશે અને નદીનું લેવલ વધશે. હાલ કોઈ ચિંતાનું કારણ નહીં, વરસાદની સ્થિતિ જોઈને ડૅમ ઓથોરિટી વધુ નિર્ણય લેશે

અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો : તૈયાર રહેજો, ગમે ત્યારે આવશે પૂર

Ambalal Patel Monsoon Prediction : અમદાવાદ પર ગમે ત્યારે પૂરનું સંકટ આવી ચઢશે. કારણ કે, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 80 ભરાયો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા એલર્ટ સ્ટેજ પર મૂકાયો છે. હાલ બનાસકાંઠા, મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે થઇ ડેમમાં પાણીની મોટી આવક થઈ રહી છે. આગામી સમયમાં વધુ વરસાદ આ તો ડેમ માંથી પાણી છોડાઈ શકે છે. તેથી તકેદારીના ભાગરૂપે ડેમની નીચે તરફના આવેલા ગામ માટે ચેતવણી અપાઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાય તો સાબરમતી નદીમાં પાણીની આવક થશે અને નદીનું લેવલ વધશે. હાલ કોઈ ચિંતાનું કારણ નહીં, વરસાદની સ્થિતિ જોઈને ડૅમ ઓથોરિટી વધુ નિર્ણય લેશે. 

ગુજરાતમાં વરસાદ ખમૈયા કરશેના હવામાન વિભાગના રિપોર્ટ વચ્ચે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ વિકમાં વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતિમાં પાણી આવવાની પૂરી સંભાવના છે. હાલમાં સાબરમતીમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રખાયું છે. જો આ લેવલ તંત્રએ જાળવ્યું અને ઓગસ્ટમાં સાબરમતિમાં પાણી આવ્યું તો અમદાવાદની હાલત બગડી શકે છે. હાલમાં જ 3થી 4 ઈંચ વરસાદમાં અમદાવાદમાં ભયંકર સ્થિતિ સર્જાય છે. અંબાલાલે આગાહી કરી છે કે ઓગસ્ટના પ્રથમ વિકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે અને સાબરમતિમાં પણ પાણી આવશે. જો ધરોઈમાંથી પાણી છોડવા જેવી નોબત આવી તો અમદાવાદીઓની સ્થિતિ બગડી જશે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ અત્યારથી પાણી ભરાય એ પહેલાં સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે હાલના સંજોગોમાં તંત્રના ભરોસે રહેવું એ અઘરું છે. 

સરકારી નોકરીની વધુ એક ઓફર, આ વિભાગમાં ભરતીનું આખુ લિસ્ટ બહાર પડ્યું

આગામી ત્રણ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ,  બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે. અત્યાર સુધીનો ગુજરાતમાં સીઝનલ વરસાદનો 83% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ 20 % વધુ રહ્યો છે અને કુલ 120 % વરસાદ પડ્યો છે.

26ના રોજ દરિયામાં ડીપ ડિપ્રેશન
આ ઉપરાંત દરિયામાં અનેક ડિપ્રેશનને કારણે રાજ્યમાં 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે, જેમાં 2, 3 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જારી રહેશે.

યુકે જવાનો મોહ ભારે પડ્યો : દીકરાનુ લંડનમાં અપહરણ, ગુજરાતમાં પિતા પાસેથી ખંડણી માંગી

27મી બાદ વરસાદનું જોર વધશે
રાજ્યભરમાં અનેક જગ્યાએ ભારે વરસાદ હવે શાંત પડી રહ્યો છે, જોકે, અંબાલાલ પટેલ હજુ ભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે. બીજી તરફ નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 27મી બાદ રાજ્યમાં ફરી વરસાદનું જોર વધે તેવી પૂરી સંભાવના છે. 

માછીમારો 3 દિવસ સુધી દરિયામાં જઈ શકશે નહીં
હવામાન વિભાગે સોમવારે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને આજથી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More