Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતી ખેડૂતનો દેશી જુગાડ, વરસાદી પાણીને સાચવીને આખુ વર્ષ તેનાથી કરે છે ખેતી

માત્ર રૂપિયા 5 હજારના ખર્ચે હોલિયુ પદ્ધતિ થકી ગુજરાતના ખેડૂતે 10 વીઘા ખેતરમાં હજારો લિટર પાણીનો કર્યો સંગ્રહ... જેનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન ખેતીમાં થાય છે 
 

ગુજરાતી ખેડૂતનો દેશી જુગાડ, વરસાદી પાણીને સાચવીને આખુ વર્ષ તેનાથી કરે છે ખેતી

અમદાવાદ :એક ખેડૂત માટે પાણી કેટલુ જરૂરી હોય છે તે ઉનાળામાં ખબર પડે છે. આખું ખેતર સૂકાઈ જાય છે, અને ખેતી માટે એક ટીપું પાણી ય મળવુ મુશ્કેલ બને છે. ત્યારે હવે ખેડૂતો પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યાં છે, જે તેમને બાકીના સમયમાં ખેતીકામમાં ઉપયોગી બને. ત્યારે ગુજરાતના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી પાણી જમીનમાં ઉતારવા માટેની એક પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી છે. આ પદ્ધતિથી તેઓ હજારો લિટર પાણીનો સંગ્રહ કરે છે અને એ જ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમ્યાન ખેતીમાં તેમજ વાવણીમાં કરે છે. જેને ખેતીની ભાષામાં હોલિયુ પદ્ધતિ કહેવાય છે. 

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામના ખેડૂત ભાઈલાલભાઈ ઉકાભાઇ પટેલે પોતાની કોઠાસૂઝથી પાણી જમીનમાં ઉતારવા માટેની એક પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી છે. આ પદ્ધતિથી તેઓ હજારો લિટર પાણીનો સંગ્રહ કરે છે અને એ જ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમ્યાન ખેતીમાં તેમજ વાવણીમાં કરે છે. આ પદ્ધતિના ઉપયોગ થઈ 2016થી અત્યાર સુધીમાં ચણા, એરંડા, કપાસ જેવા અનેક પાકો પોતાના ખેતરમાં વાવ્યા છે. 

આ પણ વાંચો : હાર્દિક પટેલ જાય તેલ લેવા... જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો

આ અંગે વાત કરતા ખેડૂત ભાઇલાલભાઇએ કહ્યું કે, એક ખેડૂત હંમેશાં ખેતી માટે પાણી પર નિર્ભર હોય છે. ક્યારેક સારો વરસાદ પડે તો ખેડૂત સારો પાક લઇ શકે છે અને વરસાદ સારો ન પડે તો અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. આપણે જોયું છે કે વરસાદી પાણી ખેતરોમાંથી વહી જતું હોય છે અને મોટાભાગનું પાણી વેડફાઇ જતું હોય છે. આ વેડફાઇ જતાં પાણીનો સદઉપયોગ કરીને તેનો ખેતીમાં ઉપયોગ કર્યો છે. મેં વર્ષ 2016માં માત્ર રૂપિયા 5000 ના ખર્ચે આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ પદ્ધતિ અપનાવવા માટે મેં મારા 10 વીધા ખેતરમાં સૌથી નીચો ભાગ એટલે પાણી જ્યાં ભરાઇ રહે એવો ભાગ શોધ્યો. ખેતરના આ ભાગમાં મેં 55 ફૂટ જેટલું ઊડો બોર પાડ્યો અને તેમાં 55 ફૂટની પાઇપ ઉતારી છે. આને કારણે મારા ખેતરનું પાણી ખેતરની જમીનમાં જ નીચે ઊતર્યું.  આજે આ પદ્ધતિનો મને એટલો મોટો ફાયદો મળી રહ્યો છે કે વરસાદી પાણી સીધે-સીધુ આ પાઇપ મારફતે જમીનમાં ઊતરી જાય છે. અને હજારો લીટર પાણીનો સંગ્રહ મારા ખેતરમાં જ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : તમારી ગાડી કે મોબાઈલ ચોરાય તો પોલીસ સ્ટેશનના ધક્કા નહિ ખાવા પડે,  e-FIR થી થઈ જશે કામ

શું છે હોલિયુ પદ્ધતિ

  • જમીનથી અંદર કૃત્રિ કોતર ઊભી કરવામાં આવે છે
  • ત્યારબાદ તેમાં એક પાઇપ કોતરમાં ઉતારવામાં આવે છે
  • જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે
  • આજ જ પાણીનો જરૂરિયાત સમયે ખેતી માટે ઉપયોગ થાય છે

આ પણ વાંચો : લઘુમતીના નિવેદન પર બજરંગ દળ ગિન્નાયુ, શાહીથી કોંગ્રેસ કાર્યાલયનું નામ ‘હજ હાઉસ’ કર્યું  

હોલિયુ પદ્ધતિનો ફાયદો 
આ પદ્ધતિથી કેવા લાભો થઇ રહ્યા છે તેની વાત કરતા ભાઇલાલભાઇ ઉમેરે છે કે, આજે આ પદ્ધતિના ઉપયોગ થકી જે પાણી પાઇપ મારફતે સીધે-સીધુ ખેતરમાં ઊતરી જાય છે, તેના કારણે મારી 10 વીધાની જમીનમાં ભેજ જળવાઈ રહે છે. આજે મારે ખેતી માટે પાણી શોંધવા ક્યાંક જવું પડતું નથી. મેં આ પાઇપના હોલિયાની (હોલ) બાજુમાં એક મોટર મૂકી દીધી છે. જેનાથી જે પાણીનો સંગ્રહ જમીનમાં થયો છે એ જ પાણી જમીનમાંથી ખેંચીને ખેતરના વાવાણી સમયે તેમજ ખેતીના સમયમાં પાણી પીવડાવવાના હોય ત્યારે પણ આ જ પાણીનો ઉપયોગ કરું છું. 

આ પદ્ધતિના ઉપયોગ થકી આ પ્રગતિશીલ ખેડૂતે 2016થી અત્યાર સુધીમાં ચણા, એરંડા, કપાસ જેવા અનેક પાકો ખેતરમાં લીધા છે. એટલું જ નહીં, આજ વર્ષે 2022માં 90 મણ ચણાનો પાક પણ આ પદ્ધતિથી લીધો છે. આજે આ તેમની પદ્ધતિ આસપાસના ખેતરના અનેક ખેડૂતોએ અપનાવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More