Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના આકાશમાં ભગવાન શ્રીરામનો મહાકાય પતંગ ઉડ્યો, જોનારા દંગ રહી ગયા

Ahmedabad Kite Festival : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ... અમદાવાદમાં આજથી 14 જાન્યુઆરી સુધી ચાલનારા પતંગોત્સવમાં દેશ-દુનિયાના પતંગબાજો લેશે ભાગ... 

અમદાવાદના આકાશમાં ભગવાન શ્રીરામનો મહાકાય પતંગ ઉડ્યો, જોનારા દંગ રહી ગયા

Ahmedabad News : આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે. આ પતંગ મહોત્સવમાં ભગવાન રામના ચિત્ર વાળો વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હાલ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક છે ત્યારે અમદાવાદના પતંગ મહોત્સવ પણ રામમય બન્યું હતું. આ સિવાય વિવિધ પ્રકાર અને આકારના નાનામોટા પતંગથી અમદાવાદનું આકાશ છવાયું હતુ.  

મુખ્યમંત્રીએ પણ પતંગ ઉડાવી 
આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનો શુભારંભ થયો હતો. જેમાં 56 દેશના સેંકડો પતંગબાજોએ તેમાં ભાગ લીધો છે. વિવિધ પ્રકાર અને આકારના નાનામોટા પતંગથી આકાશ છવાયું છે. આ સમયે રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. પતંગ મહોત્સવની શરૂઆત કરાવ્યા બાદ મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં ફરી પતંગ ઉડાવવાની મજા માણી હતી. 

આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો વરસાદ, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
 
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજના શુભારંભ પ્રસંગે સૌનું સ્વાગત છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 10 માં સંસ્કરણનો પ્રારંભ થવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રે મોદીની દૂરંદેશીથી આજે ગુજરાતનો સતત વિકાસ થઇ રહ્યો છે. તેમના દ્વારા શરૂ કરાયેલો આ પતંગ મહોત્સવ આજે વિશ્વમાં પ્રસિદ્ધ થઇ ચૂક્યો છે. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે pm ની સતત નજર રહેતી હોય છે. આવા આયોજન રાજ્યની અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે. પતંગ મહોત્સવની સાથે અને કેટલાય ગરીબ લોકોને વિવિધ વસ્તુઓ થકી રોજગારી મળે છે. પતંગ મહોત્સવને ટુરિઝમ સાથે સાંકળી લેવાયો છે. પ્રવાસનને વેગ આપવા રાજ્યમાં જુદા જુદા સ્થળે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ આપણી સંસ્કૃતિ જાળવીને વિકાસ માટે ટેક્નોલોજી પણ અપનાવી છે. તેમના માર્ગદર્શનમાં દેશના વિકાસનો પતંગ સતત ઊંચે જઈ રહ્યો છે. 

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનું લોકાર્પણ કર્યું. તારીખ 7થી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ-વિદેશના પતંગ રસીકો આ મહોત્સવમાં ભાગ લઈને અમદાવાદના આકાશમાં પેચ લડાવશે

કોકિલ કંઠી ગીતા રબારીના ભજનની પીએમ મોદીએ કરી પ્રશંસા, કહ્યું-આ ભજને ભાવવિભોર કર્યાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More