Home> Gujarat
Advertisement
Prev
Next

'તમારું નામ આ ગુનામાં ખૂલ્યું છે', કહીને આરોપીઓ કરતા 'કાંડ', સાયબર ક્રાઈમે પાડ્યો ખેલ

આરોપીઓ સામાન્ય નાગરીકોના મોબાઈલ નંબર અને આધાર કાર્ડ સહિતના ડેટા ઓનલાઇન મેળવી ફોન કરી કહેતા હતા કે તેવો સાયબર ક્રાઇમ, CBI, કસ્ટમ , RBI જેવી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ છે. 

'તમારું નામ આ ગુનામાં ખૂલ્યું છે', કહીને આરોપીઓ કરતા 'કાંડ', સાયબર ક્રાઈમે પાડ્યો ખેલ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત ડિજિટલ અરેસ્ટના ગુનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ CBIની ખોટી ઓળખ આપી ફરિયાદીને તમારું નામ ગુનામાં ખૂલ્યું છે કહીને લાખો રૂપિયા પડાવી લીધા હતા.

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો! અનેક સરકારી બાબુઓની નોકરીઓ ખતરામાં, તપાસ શરૂ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા શખ્સોના નામ રમેશ હરજીભાઇ નાકરાણી, વિવેક ચંદ્રકાંતભાઇ ઉનડકટ, વિવેક કરશનભાઇ કોલડીયા અને બળદેવભાઇ બાબુભાઈ સતાણી છે. આ આરોપીઓ સામાન્ય નાગરીકોના મોબાઈલ નંબર અને આધાર કાર્ડ સહિતના ડેટા ઓનલાઇન મેળવી ફોન કરી કહેતા હતા કે તેવો સાયબર ક્રાઇમ, CBI, કસ્ટમ , RBI જેવી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ છે. 

કોઈ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે...

વાતચીત કરી ફરિયાદીને કહેતા કે તમારા નામે બેંકમાં ઘણા બધા એકાઉન્ટ ખુલેલ છે અને તે ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, smuggling જેવા કામ થાય છે તેવુ જણાવી ભોગ બનનારને ડરાવી પમકાવી Skype ઉપર વિડિયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી ધમકીઓ આપી અને આવા કેસ માંથી બચવા માટે થી ભોગ બનનાર પાસેથી 41 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇબ્રાન્ચે ફરિયાદી ની ફરિયાદ લઇ ને તપાસ કરી હતી. જેમાં આ ચાર આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ કરી છે.

રોહિણી નક્ષત્ર બેસી ગયા બાદ ગુજરાતમાં પાકે છે આ કેરી, જાણો શું છે બન્ને વચ્ચે સંબંધ?

ગઇ તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદી નોંધવી હતી કે આરોપીઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંયના જુદા જુદા ઉચ્ચ પોલીસ અધિકારી બોલતા હોવાની ઓળખ આપી. ફરીયાદીને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઇના મહંમદ ઇકબાલ નવાબ મલીકે 24 જેટલા બેંક ખાતા ખોલી તેમા ઇલીગલ ટ્રાન્જેકશન કરેલ છે. 

ભારતની તિજોરીમાં પાછું ફર્યું 100 ટન સોનું, જાણો કેવી રીતે આપણું ગોલ્ડ બ્રિટન ગયું?

જે બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, smuggling ના પૈસા આવેલ છે અને તેનો તેમની સામે ચાર્જ લાગે તેમ છે તેમજ આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ છે અને જો તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપી બાદમાં Skype ઉપરથી મુંબઇ સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓના નામે જુદી જુદી તારીખોએ વાતચીત કરાવી બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે AML(એન્ટી મનીલોડેરીંગ) ડીપાર્ટમેન્ટ વેરીફાઇ કરીલે પછી તરત જ 15 મિનિટમાં પરત મળી જશે તેવી ખોટી માહીતી આપીને જુદી જુદી તારીખે કુલ રૂપિયા ૪૧,૨૫,૬૨૭/- બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી આરોપીઓએ એ પોતાના બેન્ક એકાઉન્ટ્ માં ટ્રાન્સફર કરી લીધા હતા. 

રાજકોટ આગકાંડ મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો, Video જોઈને થશે આવું કઈ રીતે હોઈ શકે

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જે નંબર થી કોલ આવ્યો હતો તે અંગેની તપાસ શરૂ કરી હતી જેમાં આ ચારેય આરોપીઓ ના નામ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ એ ફરિયાદી ને મુંબઇ પોલીસના પોલીસ ઇન્સ્પેકટર ના નામનુ બનાવટી આઇ.કાર્ડ સી.બી.આઇ નો લોગો લગાવેલુ અને આર.બી.આઇ ના સીક્કા વાળુ બનાવટી સર્ટી મોકલી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી ને કેસમાં ફસાવી દેવા ની ધમકી આપી હતી. 

ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? લેટેસ્ટ રેટ

સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે કે આ ગેંગ દ્વારા અન્ય કેટલાક કોને આ પ્રકારે પોતાનો શિકાર બનાવ્યો છે, કેટલા પૈસા પડાવતા છે અને અન્ય કોણ કોણ આ ગેંગ સાથે સંકળાયેલ છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ ના ડીસીપીએ અપીલ કરી છે કે જો લોકોને આ પ્રકારના કોલ આવતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અથવા સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરો કેમ કે સીબીઆઇ આ પ્રકારે કોઈને પણ કોલ કરીને વિગતો મેળવતી હોતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More