Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરીને ડોકટર બનાવવા પિતાએ કરી 1 કરોડની ચોરી, પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવી ઘડ્યો માસ્ટરપ્લાન

રાજા ચૌધરીની પુત્રીનું વર્ષ 2023માં વેસ્ટ બંગાળમાં ડોકટરના અભ્યાસમાં એડમિશન લીધું હતું. જેની ફી ભરવા માટે આરોપી રાજા ચૌધરીએ પર્સનલ લોન લીધી હતી અને જેનું દેણું ચૂકવવા માટે રાજા ચૌધરીને એક પ્લાન આવ્યો હતો. એ પાલન હતો કે ગુજરાતના અમદાવાદમાં આવીને ઘરઘાટી તરીકે ક્યાંય કામ કરવું અને પછી ચોરી કરી ફરાર થઇ જવું.

દીકરીને ડોકટર બનાવવા પિતાએ કરી 1 કરોડની ચોરી, પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવી ઘડ્યો માસ્ટરપ્લાન

ઉદય રંજન/અમદાવાદ: સેટેલાઇટમાં નોકરે કરેલ એક કરોડના મત્તાની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નોકરની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે પુત્રીને ડોકટરના અભ્યાસ માટે લીધેલી લોનની ભરપાઈ કરવા ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં 2 વર્ષમાં 5,338 કરોડનું ડ્રગ્સ પકડાયું, 102ની ધરપકડ, સરકારનો ગૃહમાં જવાબ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું ખોટું નામ છે રમેશ ચક્રબર્તી અને સાચું નામ છે રાજા ચૌધરી છે. જે મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજા ચૌધરીની ગઈ તારીખ 20 જાન્યુઆરીના રોજ સેટેલાઇટના રસ મધુર સોસાયટીમાં થયેલ એક કરોડાના મત્તાની ચોરીના કેસમાં વેસ્ટ બંગાળથી 7 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. 

આવી રીતે ભણશે ગુજરાત? સુવિધાના અભાવે ગુજરાતમાં નાના ભૂલકાઓ દુકાનમાં કરે છે અભ્યાસ!

રાજા ચૌધરીની પુત્રીનું વર્ષ 2023માં વેસ્ટ બંગાળમાં ડોકટરના અભ્યાસમાં એડમિશન લીધું હતું. જેની ફી ભરવા માટે આરોપી રાજા ચૌધરીએ પર્સનલ લોન લીધી હતી અને જેનું દેણું ચૂકવવા માટે રાજા ચૌધરીને એક પ્લાન આવ્યો હતો. એ પાલન હતો કે ગુજરાતના અમદાવાદમાં આવીને ઘરઘાટી તરીકે ક્યાંય કામ કરવું અને પછી ચોરી કરી ફરાર થઇ જવું. તેને લઈને રાજા ચૌધરીએ એક ખોટું રમેશ ચક્રબર્તી નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રસ મધુર સોસાયટીમાં કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલ અગ્રવાલ પરિવારમાં ઘરઘાટી તરીકે કામ લાગ્યો હતો.

અમદાવાદને મળશે વધુ 2 અંડરપાસની ભેટ; આ વિસ્તારમાં રહેતા હોવ તો ફટાફટ પ્રોપર્ટી ખરીદો!

એક માસ સુધી કામ કરી રેકી કરી મોકો મળતાની સાથે જ ઘરમાં રહેલ આખી તિજોરી જ ઉઠાવીને ફરાર થયો ગયો હતો. જેમાં 30 લાખ રોકડા સહીત 70 લાખના સોના, ચાંદી અને હીરાના ઘરેણા હતા. ત્યારે ચોરી કરીને નોકર ચોર રાજા ચૌધરી વેસ્ટબંગાળ પોતાના વતનમાં જઈને રોકડ રકમથી પોતાની દીકરીને ડોકટર બનાવવા માટેની જે પર્સનલ લોન લીધી હતી, તે ચૂકતે કરી દીધી હતી અને બાકીના સોનાના દાગીના વેચી નાખ્યા હતા અને હીરાના જે દાગીના હતા, તેને તોડી નાખ્યા હતા. અમદાવદ ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે નોકર ચોરની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More