Home> Gujarat
Advertisement
Prev
Next

સફળ ઓપરેશન: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કમાલ, મોહિનીને ફરી રમતી કરી

સફળ ઓપરેશન : ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વાત ફરી એકવાર અમદાવાદ સિવિલના ડોક્ટરોના સફળ પ્રયાસોના માધ્યમથી સાબિત થઈ છે. સિવિલના ENT વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજુરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્યુ છે, જેના શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો. હવે આ બાળકી ફરીથી રમતી થઈ છે.

સફળ ઓપરેશન: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કમાલ, મોહિનીને ફરી રમતી કરી

અતુલ તિવારી/અમદાવાદ :ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વાત ફરી એકવાર અમદાવાદ સિવિલના ડોક્ટરોના સફળ પ્રયાસોના માધ્યમથી સાબિત થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરી બાળકીને ફરી રમતી કરી છે. સિવિલના ENT વિભાગના ડોક્ટરો દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલોલમાં મજુરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવારની 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકીને નવુ જીવન બક્ષ્યુ છે, જેના શ્વાસનળીમાં દોઢ સેન્ટીમીટરની સાઈઝનો પથ્થર ફસાઈ ગયો હતો. હવે આ બાળકી ફરીથી રમતી થઈ છે.

રાજકોટ : GJ03 KH 2978 નંબરની કારમાં સવાર 3 યુવકોએ યુવતીની છેડતી કરીને તેને બિભત્સ ગાળો આપી

29 નવેમ્બરનો દિવસ હતો. જ્યારે 4 વર્ષીય મોહિની રાજપૂત નામની બાળકી ઘરની આસપાસ રમી રહી હતી. બાળકીના માતા સંજુ રાજપૂત અને પિતા લાલુ રાજપૂત તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. આવામાં નાની બાળકી રડતા રડતા ઘરમાં આવી હતી, ત્યારે તેના માતા-પિતાએ શું થયું તે અંગે પૂછતાં બાળકીએ કંઈ જણાવ્યું ન હતું, પરંતુ બાળકીને શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી. સાથે જ બાળકીનો આવાજ પણ બદલાઈ ગયો હતો.

માતા-પિતા બાળકીની આ સ્થિતિ જોઈને એકદમ ચિંતિત થયા હતા. એવામાં તેઓ બાળકીને લઈ હાલોલની સ્થાનિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક ડોક્ટરોએ બાળકીનો કેસ હાથમાં લીધો ન હતો. તેથી માતા-પિતા વડોદરા સ્થિત SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બાળકીની સ્થિતિ જોઇને SSG હોસ્પિટલ દ્વારા બે વાર ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ શ્વાસનળીમાં ફસાયેલો પથ્થર બહાર કાઢવામાં સફળતા મળી ન હતી.

વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા

બાળકીના શ્વાસનળીમાં ફસાયેલો એક બાય દોઢ સેન્ટિમીટર સાઈઝનો પથ્થર કાઢવા માટેના SSG હોસ્પિટલના પ્રયાસો સફળ ન થતા આખરે બાળકીના ચિંતિત માતા-પિતા 4 ડિસેમ્બરના રોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરને બહાર કાઢવા માટે ઓપરેશન જરૂરી હોવાનું જણાવ્યું હતું, જેનો ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા જણાવવામાં આવ્યો. ગરીબ પરિવાર માટે દોઢ લાખનો ખર્ચ કરવો અશક્ય હતો.

પરંતુ એવામાં બાળકીના પિતાને સિવિલ હોસ્પિટલ સ્થિત ENT વિભાગના ડોક્ટર દેવાંગ ગુપ્તાનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું અને આખરે ગરીબ પરિવાર 4 ડિસેમ્બરની સાંજે એ મુકામે પહોંચ્યો કે, જ્યાં વિના કોઈ ખર્ચે બાળકીની દૂરબીન મારફતે ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક સારવાર કરી બાળકીને નવજીવન બક્ષ્યું.

ગૌણ સેવા પસંદગી મંડળ હવે તો હદ કરી રહ્યું છે, કર્યું એવું કે ફરી ઉઠ્યો વિવાદ...

બાળકીની શ્વાસનળીમાં એક બાય દોઢ સેન્ટિમીટર સાઈઝનો પથ્થર ફસાયો હોવાનો કેસ સિવિલના ENT વિભાગમાં પહોંચતા જ ડોક્ટર દેવાંગ ગુપ્તા, ડોક્ટર વિરલ પ્રજાપતિ, અને ડોક્ટર સ્મિતા એન્જિનીયર દ્વારા 5 ડિસેમ્બરના રોજ દૂરબીનના મારફતે કોઈ પ્રકારના ઓપરેશન વિના માત્ર 15 મીનીટમાં લપસણો પથ્થર કાઢવામાં સફળતા મળી. પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાથી ફેફસામાં સમસ્યા થવાની શક્યતા હતી. જેમાં ફેફસું નબળું પડે તેવો ડર હતો. બીજા ફેફસાંથી બાળકી શ્વાસ સરળતાથી લઈ શકતી હતી. પરંતુ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના ENT વિભાગના ડોક્ટરો દ્વારા બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે તેવું ડોક્ટર દેવાંગ ગુપ્તાએ જણાવ્યું હતું. 

અમરેલી : આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને તે કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ

બાળકીનો જીવ બચાવવા હાલોલની હોસ્પિટલ બાદ વડોદરાની SSG હોસ્પીટલના અસફળ પ્રયાસો બાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કહેવામાં આવ્યો હતો. પરંતુ સિવિલમાં ENT વિભાગ પાસે કેસ પહોંચતા એનેસ્થેસિયા સ્મિતા એન્જિનીયર દ્વારા કાર્ડિયાક સર્જરી માટે ઉપયોગમાં લેવાતી ફોગાર્ટી કેથેટર પદ્ધતિનો પ્રયોગ કરવાનું સૂચન કર્યું. આખરે માત્ર 15 મિનીટમાં દુરબીનના માધ્યમથી એકપણ ચીરો પાડ્યા વગર બાળકીના શ્વાસનળીમાંથી લપસણો પથ્થર કાઢીને બાળકીનો જીવ બચાવી લેવાયો હતો.  

અગાઉ બાળકોની શ્વાસનળીમાં ફળના બીયા, પથ્થરના ટુકડા ફસાયા હોય તેવા કેસો જોવા મળ્યા છે, ત્યારે બાળકીની શ્વાસનળીમાં ફસાયેલો એક બાય દોઢ સેન્ટિમીટર સાઈઝનો પથ્થર લપસણો હોવાથી જુદી જુદી હોસ્પિટલ દ્વારા કરાયેલા પ્રયાસો અસફળ રહ્યા હતા. આખરે દૂરબીનના માધ્યમથી સિવિલ હોસ્પિટલના ENT વિભાગ દ્વારા એક પણ ચીરો પાડ્યા વિના ગરીબ પરિવારની 4 વર્ષીય બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે અને હાલ બાળકી એકદમ સ્વાસ્થ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More