Home> Gujarat
Advertisement
Prev
Next

...અને અમર થઇ ગયા મહેશભાઈ! અમદાવાદમાં 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા આ અંગનું મળ્યું દાન

Ahmedabad Civil Hospital: બ્રેઇન હેમરેજ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા મહેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું.

...અને અમર થઇ ગયા મહેશભાઈ! અમદાવાદમાં 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા આ અંગનું મળ્યું દાન

ઝી બ્યુરો/અમદાવાદ: કહેવાય છે કે "જિંદગી કેટલી જીવી ગયા એ મહત્વનું નથી, કેવી જીવી ગયા એ મહત્વનું છે". પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ અને તેમના પરિવારે આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. બ્રેઇન હેમરેજ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા મહેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું. એટલે જ કહેવાનું મન થાય કે, ખરાં અર્થમાં અમર થઇ ગયા મહેશભાઈ...

fallbacks

એવું ના સમજતા કે ખતરો ટળી ગયો! અંબાલાલે કહ્યું; આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે વરસાદ

પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ સોલંકીને  હાયપરટેન્શન બાદ હેમરેજને લીધે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયાના 2 દિવસ બાદ મહેશભાઈને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ મહેશભાઇના પરિવારને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા 'અમર કક્ષ' મા કાઉન્સેલિંગ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમનો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે તે વિશે સમજાવવામાં આવ્યું.

CR પાટીલ ગુજરાતમાં કોંગ્રેસને પૂરી કરી દેશે? આ મિશનથી કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડ્યા

મહેશભાઇના પત્ની અને પરિવારજનોએ એકજુટ થઇને અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતી દર્શાવી. આ રીતે પરિવારે સંમતિ આપતા મહેશભાઇના અંગોનું દાન મેળવવા માટેની કામગીરી કરવામાં આવી. 8 થી 10 કલાક સુધી ચાલેલી ઓર્ગન રીટ્રાઇવલની પ્રક્રિયા બાદ અંગદાનમાં સૌથી મહત્વનું અને દુર્લભ કહી શકાય તેવું હૃદય સહિત લિવર, બે કિડની અને બે આંખોનું દાન મળ્યું.

fallbacks

જો તમારી પાસે 500 રૂપિયાની નોટ હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહીં તો પસ્તાશો

મળેલા અંગોમાંથી હૃદય યુ.એન.મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે, લિવર અને કિડની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અને આંખો એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોનોલોજી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવી.જેમાંથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મળશે.

BJPમાં થઈ શકે છે મોટા ફેરફારો, રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાશે? આમના તો કપાશે પત્તાં

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞ અંતર્ગત આ 114 મું અંગદાન મળ્યું છે. અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. અંગદાન માટે સમાજમાં ઉત્તરોતર જાગૃતિ વધતી રહે અને આ જ રીતે વધુને વધુ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવી શકાય તે માટે સિવિલ મેડીસિટી સતત પ્રયત્નશીલ છે.

આ 3 રાશિઓ માટે વરદાન છે સૂર્યનું મિથુન રાશિમાં ગોચર, જીવનમાં મળશે સફળતા

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે ?

  • - હાર્ટ ફેલ્યોર
  • - કાર્ડિયોમાયોપેથી
  • - કોરોનરી આર્ટરી ડીસિઝ
  • - હૃદયના વાલ્વ સંબંધિત બિમારીઓ
  • - જન્મજાત હૃદય સંબંધિત બિમારીઓ
  • - અગાઉના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોય તેવા કિસ્સાઓમાં 

થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો

fallbacks

અંગદાન કોણ કરી શકે ?

  • - બ્રેઈન ડેડ દર્દીના અંગોનું દાન થઈ શકે
  • - લિવિંગ ડોનર - 18 વર્ષથી વધુ વયની જીવિત વ્યક્તિ શરીરના અમુક અંગોનું દાન કરી શકે છે. જેમ કે બોનમેરો, કિડની વગેરેનું દાન.

કેજરીવાલ ભાષણ આપી રહ્યા હતા અચાનક લાગ્યા મોદી મોદીના નારા, હાથ જોડીને કહ્યું કે...

કોણ અંગદાન ન કરી શકે ?

  • - એચ.આઇ.વી. એઇડ્સ , કેન્સર, ફેફસાં કે હૃદય સંબંધિત બિમારીઓ કે અન્ય કોઈ લાંબી બિમારીઓ ધરાવતી વ્યક્તિ અંગદાન ન કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More