Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી! પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરનો જીવલેણ હુમલો, તોડ કે દરાડો?

ગઈ રાત્રે સરદાર નગરમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રમેશ સિંહ ઝાલા દારૂના વેચાણની માહિતી મળતા બુટલેગર અલકા ગાયકવાડના ઘરે તપાસ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે મહિલા બુટલેગર અલકા ગાયકવાડ અને તેના પરિવારે કોન્સ્ટેબલ રમેશ સિંહ ઝાલા પર જીવલેણ હુમલો કર્યો હતો.

અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી! પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરનો જીવલેણ હુમલો, તોડ કે દરાડો?

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સરદારનગરમાં દારૂની કાર્યવાહી કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. 

અંબાલાલની આગાહી; ગુજરાતમાં ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે

ગઈ રાત્રે સરદાર નગરમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રમેશ સિંહ ઝાલા દારૂના વેચાણની માહિતી મળતા બુટલેગર અલકા ગાયકવાડના ઘરે તપાસ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે મહિલા બુટલેગર અલકા ગાયકવાડ અને તેના પરિવારે કોન્સ્ટેબલ રમેશ સિંહ ઝાલા પર જીવલેણ હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમા ભયંકર નુક્સાન

સરદારનગર નગર પોલીસે મહિલા બુટલેગર અલકા ગાયકવાડ સહીત તેના પરિવાર સભ્યો શ્વેતા ગાયકવાડ, સાગર ગાયકવાડ અને રજુ ગાયકવાડ સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં બે મહિલા અલકા ગાયકવાડ અને શ્વેતા ગાયકવાડની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ શરુ કરી છે. 

Post Office આ સ્કીમમાં PM Modi એ કર્યું છે 9 લાખથી વધુનું રોકાણ, જાણો વિગત

ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે શું ખરેખર ઈજાગ્રસ્ત પોલીસ કર્મી દારૂની બાતમીના આધારે રેડ કરવા ગયા હતા કે અન્ય કોઈ કારણ હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More