Home> Gujarat
Advertisement
Prev
Next

લોકોના કુળદીપકને કચડનાર તથ્ય પટેલને હવે જેલની રોટલી ગમતી નથી, કરી આ ડિમાન્ડ

ahmedabad iskcon bridge accident video : નબીરા તથ્ય પટેલને જેલમાં પણ વૈભવી સુવિધાઓ જોઈએ છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ જેલમાં સત્તાધીશો પાસે અવનવી માંગ કરતો જોવા મળ્યો 
 

લોકોના કુળદીપકને કચડનાર તથ્ય પટેલને હવે જેલની રોટલી ગમતી નથી, કરી આ ડિમાન્ડ

Tathya Patel : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલામાં તથ્ય પટેલના કાળા કારનામા હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. તથ્ય પટેલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે 9 લોકોને કચડનાર અને જેલમાં બંધ તથ્ય પટેલની હવે ફરમાઈશો શરૂ થઈ છે. મોટા ઘરના દીકરાને હવે જેલની રોટલી ગમતી નથી. લોકોના કુળદીપકને કચડનારને હવે ઘરનું ભોજન જોઈએ છે. તથ્ય પટેલે ઘરના ભોજન માટે કોર્ટમાં અરજી કરી છે. 

તથ્ય પટેલે કોર્ટમાં ઘરનું ટિફિન આપવાની માંગ કરી છે. જેલના સળિયા પાછળ જતા તથ્યને હવે ભણવાનું યાદ આવ્યું છે. તથ્ય પટેલે કોર્ટમાં ડિસ્ટન્સ સ્ટડી માટે મંજૂરી માંગી છે. નિયમોના ધજાગરા ઉડાવનાર તથ્યને હવે ભણવું છે. ક્યારે કોલેજ કે સ્કૂલમાં હાજર ના રહેનાર તથ્યને હવે કેમ ભણવાનું યાદ આવે છે. કોલેજ કે શાળામાં ગેરહાજર રહેવા માટે તે પંકાયેલો હતો. ત્યારે હવે તેને ભણવાનું યાદ આવી રહ્યું છે. 

શરમ કરો! છોકરાના ઘરે પણ છોકરા, કલેક્ટરને રંગરેલિયા ભારે પડ્યા, નોકરી ગઈ

નબીરા તથ્ય પટેલને જેલમાં પણ વૈભવી સુવિધાઓ જોઈએ છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ જેલમાં સત્તાધીશો પાસે અવનવી માંગ કરતો જોવા મળ્યો છે. તથ્ય પટેલે જેલમાં બહારનું ભોજન આપવા અને સગા વ્હાલાઓને વધુ સમય માટે મળવા દેવાની માંગ કરી છે. આ ઉપરાંત કેસને લગતાં દસ્તાવેજની માંગ કરતી અરજી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કરી હતી. આરોપીને રજૂ કરવા માટે જેલ યાદી મોકલાવશે તેમજ કેસને લગતો મુદ્દામાલ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. 

ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ

નબીરા તથ્યની ફરમાઈશો  

  • જેલમાં ઘરનું ટિફિન આપો
  • જેલમાં ઘરે બનેલું ભોજન મળે
  • ડિસ્ટન્સ સ્ટડીની મંજૂરી મળે
  • સગા-વ્હાલાઓને મળવા વધુ સમય આપો
  • કેસને લગતાં દસ્તાવેજની માહિતી આપો
  • તથ્યને જેલમાં વૈભવી સુવિધાઓ જોઈએ છે

તથ્યનું લાઈસન્સ રદ 
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલામાં આરોપી તથ્ય પટેલ હવે ક્યારેય વાહન ચલાવી નહિ શકે. અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરાયું છે. હજી ગત વર્ષે 2022માં જ તથ્ય પટેલે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યુ હતું. જે એક જ વર્ષમાં કેન્સલ કરી દેવાયું છે. હવે તથ્ય ક્યારેય મોંઘીદાટ ગાડીઓ નહિ ચલાવી શકે. 

ગુજરાતના બાળકોનું ભવિષ્ય અંધકારમય, આંધળા પણ બની શકે છે તેવો ડરામણો રિપોર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More