Home> Gujarat
Advertisement
Prev
Next

નામી બિલ્ડર મિલાપ શાહનો સગીર દીકરો બન્યો અમદાવાદનો બીજો તથ્ય પટેલ, પૂરઝડપે મર્સિડીઝ હંકારતા સિક્યુરિટી ગાર્ડનું મોત

Ahmedabad Hit And Run : અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના.. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ સિક્યુરિટી ગાર્ડને લીધો અડફેટે.. સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે મોત.. પોલીસે શરૂ કરી તપાસ..

નામી બિલ્ડર મિલાપ શાહનો સગીર દીકરો બન્યો અમદાવાદનો બીજો તથ્ય પટેલ, પૂરઝડપે મર્સિડીઝ હંકારતા સિક્યુરિટી ગાર્ડનું મોત

Ahmedabad News : અમવાદના કરોડપતિ પરિવારના માતાપિતા પોતાના સંતાનોને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ જાણે અકસ્માત કરવા આપતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં આવા નબીરાઓ માતેલા સાંઢની જેમ ગાડી હંકારીને નિર્દોષોનો જીવ લઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. માલેતુજાર પરિવારના સગીર દીકરાએ સિક્યુરિટી ગાર્ડનો જીવ લીધો છે. 

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. 14 સપ્ટેમ્બરની રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. 

અંબાલાલ બાદ હવે પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો, ચોમાસું ગયુ નથી, આ તારીખે રાહ જોજો

અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનું ખૂલ્યું છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત થયું હતુ. 14 સપ્ટેમ્બરના રોજ મર્સિડીઝ કાર ચાલકે અડફેટે લીધો હતો. હિટ એન્ડ રનની તપાસમાં કાર એક બિલ્ડર મિલાપ શાહની હોવાનું ખુલ્યું છે. બિલ્ડર મિલાપકુમાર શાહના સગીર પુત્રએ પૂરઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. 

અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

શરીરની ચામડી ઉતારી દે તેવા ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી, જુનાગઢમાં દેખાયો પહેલો કેસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More