Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું મોટુ ષડયંત્ર, પોલીસે કાવત્રું ઝડપ્યું તો ચોંકી ઉઠી

ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના સોદાગરના સાગરીત દિલીપ કેશવાલાની 2000 ના દરની 56 ડુપ્લીકેટ નોટો સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આરોપી પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતો. quickr એપ્લિકેશન મારફતે તેણે નોકરી માટેની શોધખોળ હાથ ધરી હતી. જો કે હાથ લાગ્યા તો જેલના સળિયા. 

AHMEDABAD ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું મોટુ ષડયંત્ર, પોલીસે કાવત્રું ઝડપ્યું તો ચોંકી ઉઠી

ઉદય રંજન/અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના સોદાગરના સાગરીત દિલીપ કેશવાલાની 2000 ના દરની 56 ડુપ્લીકેટ નોટો સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો આરોપી પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતો. quickr એપ્લિકેશન મારફતે તેણે નોકરી માટેની શોધખોળ હાથ ધરી હતી. જો કે હાથ લાગ્યા તો જેલના સળિયા. 

SURAT કોર્પોરેશને નાનકડો ખર્ચ કરીને આજે કરોડો રૂપિયાની બચત કરી, એક વર્ષમાં 64 કરોડ રૂપિયા બચાવ્યા

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ગીરફતમાં આવેલા આરોપીનું નામ છે દિલીપ કેશવાલા છે. અમદાવાદ શહેરના મૂળ રહેવાસી અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગ અભ્યાસ કરી રહેલા આ યુવાનને ભણવાની સાથે સાથે નોકરી કરવાની ઈચ્છા હતી. જેથી સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ યુવકને કુરિયર આપ લે કરવાની નોકરી મળી ગઈ હતી. કુરિયરની આપ લે કરવા માટે થઈને કમિશન પેટે મોટી રકમ પણ મળી રહેતી હતી. જો કે એ વાત અલગ છે લે તેના કામ કરતા બમણી રકમ તેને મળી રહી હતી પરંતુ આ બાબતનું ધ્યાન આ આરોપીને નહોતું. જેથી તે પોતે પણ કેટલો ગંભીર ગુનો આચરી રહ્યો છે તેનો તેને અંદાજ નહોતો.

ગીરસોમનાથમાં રાજ્યકક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ, 1500થી વધારે સ્પર્ધકો ભાગ લેશે

પોલીસ પકડથી બાકાત રહેવા માટે થઈને મુખ્ય આરોપીએ કવીકર નામની એપ્લીકેશન મારફતે ઓનલાઇન જોબ માટેનું એક પોર્ટલ બનાવ્યું હતું. તેમાં જે કોઈપણ વ્યક્તિ એપ્લાય કરે તેની જોડે ૨૦૦૦ ના દરની ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો આપી મોબાઈલ ફોન અને ગોલ્ડની ખરીદી કરવાતો હતો. ત્યાર બાદ મોબાઈલ ફોન અને ગોલ્ડ જે ખરીદ્યા હોય તેને વેચી નાખતા હતો અને તેમાંથી જે રૂપિયા મળતા હતા તેને ઈ.ડી.સી સેટેલાઈટ નામથી આંગડીયા કરાવતો હતો. આંગડીયુ જે કોઈ વ્યક્તિ રીસીવ કરતો હતો તેને વોલેટ એડ્રેસ એટલે કે બિટકોઈન મારફતે નાણા સ્વીકાર્યો હતો હોવાનું ક્રાઈમ બ્રાંચની ગીરફતમાં આવેલા દિલીપ કેશવાલાએ કેફિયત કબૂલી છે.

ભ્રષ્ટાચારથી ધારાસભ્યો પણ કંટાળ્યા, આનંદ ચૌધરી પોતે ધરણા પ્રદર્શન શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા દિલીપ કેશવાલા નામના આરોપીએ ૨૦૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો વડે જે મોબાઈલ શોપમાંથી મોબાઈલ ફોન ખરીદ્યો હતો તે દુકાનદારે મોબાઈલના પૈસા બેંકમાં જમા કરાવ્યા ત્યારે બેંકમાંથી જાણવા મળ્યું હતું કે, આ નોટો પણ ડુપ્લીકેટ છે. જેથી હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ૨૦૦૦ ના દરની ૫૬ જેટલી ડુપ્લીકેટ નોટો કબજે કરી લીધી છે. બેંકમાંથી અન્ય બીજી ૪૩ ડુપ્લીકેટ નોટો પણ કબજે કરવામાં આવી છે. એટલે કુલ ૯૮ જેટલી ડુપ્લીકેટ નોટો ૨૦૦૦ ના દરની કબજે કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર કાવતરું ઘડનાર માસ્ટર માઈન્ડ આરોપીને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેનેએ પણ આશંકા છે કે, પાકિસ્તાનથી નેપાળ મારફતે ભારતમાં આ નકલી નોટો ઘુસાડવામાં આવે છે કારણ કે આરોપી પાસેથી જ હાઈ ક્વોલિટીની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. જેના પગલે તપાસ આગામી સમયમાં નેપાળ બોર્ડર સુધી પોહ્ચે તો નવાઈની વાત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More