Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ AMCના અધિકારીઓનો મોટો છબરડો, પરિમલ અન્ડરપાસનું બીજીવાર નામકરણ કરાયું

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરશનના વહિવટી તંત્રમાં બેઠેલાં ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાવાળાઓ સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ બોર્ડમાં આવતી દરખાસ્તોની સચ્ચાઇની ચકાસણી કરતાં જ નહીં હોવાથી અત્યંત વિચિત્ર પ્રકારના અને શરમજનક છબરડાંઓ સર્જાય છે

અમદાવાદ AMCના અધિકારીઓનો મોટો છબરડો, પરિમલ અન્ડરપાસનું બીજીવાર નામકરણ કરાયું

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: પોતાના શાષનકાળમાં સતત વિવાદમાં રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકો પોતાની ટર્મ પુરી થવાના અંતિમ દિવસે પણ વિવાદીત નિર્ણય કરવાનું ચૂક્યા નહી. મ્યુનિસિપિલ કોર્પોરશનના વહિવટી તંત્રમાં બેઠેલાં ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાવાળાઓ સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ બોર્ડમાં આવતી દરખાસ્તોની સચ્ચાઇની ચકાસણી કરતાં જ નહીં હોવાથી અત્યંત વિચિત્ર પ્રકારના અને શરમજનક છબરડાંઓ સર્જાય છે.

આ પણ વાંચો:- CM રૂપાણીએ વિવિધ વિકાસ કાર્યોની યોજી સમીક્ષા બેઠક, રિસ્ટોરેશન હોલનું કર્યું ઉદ્ઘાટન

આવો જ છબરડો ભાજપના સત્તાવાળાઓની વર્તમાન ટર્મના છેલ્લા દિવસે પરિમલ રેલવે અન્ડરપાસ સાથે સ્વ. ધીરૂભાઇ શાહનું નામ જોડવાનો નિર્ણય લીધો, તેમા સર્જાયો. આમાં આશ્ચર્ય સાથે આઘાતજનક બાબત એ છે કે આ અન્ડરપાસનું તેના ઉદઘાટન વખતે જ 'ભગિની નિવેદિતા અન્ડરપાસ' નામ અપાઇ ગયેલું છે. તારીખ 13 એપ્રિલ 2011ના રોજ આ અન્ડરપાસનું ઉદઘાટન થયું. ત્યારની પ્રત્યક્ષ રીતે જોઇ શકાય તેવી તકતી પણ લાગેલી છે.

આ પણ વાંચો:- રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી હડતાળ પર

તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના અધ્યક્ષસ્થાને ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે આનંદીબહેન પટેલ, નીતિનભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે તારીખ 12 ડિસેમ્બર 2020ના રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકિદના કામ તરીકે દરખાસ્ત આવી હતી કે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષની સેવાઓની કદર કરીને પરિમલ અન્ડરપાસ સ્વ. ધીરૂભાઇ શાહનું નામ જોડવામાં આવે.

આ પણ વાંચો:- સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત

આ પાસ થઇ ગયેલી દરખાસ્ત બીજે જ દિવસે મળેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ પાસ થઇ ગઇ હતી. એક જ અન્ડરપાસના બે નામ કઇ રીતે હોઇ શકે? બીજું, બન્ને નામ ભાજપના જ સત્તાવાળાઓએ આપ્યા છે. નોંધનીય છે કે કોઇપણ સ્થળના નામકરણની દરખાસ્ત મેયરના કાર્યાલયમાંથી મંજુર થતી હોય છે. ત્યારબાદ સેક્રેટરી કાર્યાલયમાં તૈયાર થયેલી દરખાસ્ત એજન્ડા પર આવતી હોય છે.

આ પણ વાંચો:- ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલ નારી ગામ વિકાસથી વંચિત

ઠરાવો સેક્રેટરી દ્વારા જ તૈયાર થતાં હોય છે, તો એ તબક્કે પણ કેમ ચકાસણી કરવામાં ના આવી તે સવાલ છે. સ્માર્ટ સિટી અને ઈ-ગવર્નન્સની ગુલબાંગો વચ્ચે કયા વિસ્તારમાં કયા ચાર રસ્તા, કયા બ્રિજ, કયા અન્ડરપાસનું શું નામ અપાઇ ગયું છે ? તેટલી સામાન્ય ગણાય તેવી વિગતો પણ તૈયાર હોતી નથી ? ત્યારે હવે મુદત પૂર્ણ થઇ હોવાથી ભાજપના એકેય શાષકો આ મામલે કશું પણ કહેવા તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More