Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: આશરે 1.5 વર્ષ બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી

કોરોના કાળમાં સતત ઓનલાઇન કામ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં આજ એટલે કે 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે.

Ahmedabad: આશરે 1.5 વર્ષ બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી

અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી બાદ માર્ચ 2020માં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના વાયરસની મોટી અસર દેશ પર પડી હતી. અનેક ઓફિસો અને કાર્યાલયો બંધ કરી દેવામાં આવ્યા હતા. વર્ક ફ્રોમ હોમનો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. કોરોના કાળમાં ગુજરાત હાઈકોર્ટે પણ તમામ કેસોની ઓનલાઇન સુનાવણી શરૂ કરી હતી. પરંતુ હવે કોરોના સંકટ હળવુ થયું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ફરી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવાની છે. 

1.5 વર્ષ બાદ હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી
કોરોના કાળમાં સતત ઓનલાઇન કામ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં આજ એટલે કે 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે. આ માટે કોર્ટ પરિસરમાં તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો સાથે તથા થર્મલ સ્કેનિંગ બાદ હાઈકોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ રાજ્યમાં ક્યારે આવશે વરસાદ? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

બનાવાયા ખાસ નિયમ
કોરોના સંકટને જોતા હાઈકોર્ટમાં પણ સુનાવણી દરમિયાન ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. કોર્ટમાં આવતા વકીલો સહિત અન્ય લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. પ્રત્યક્ષ સુનાવણીના નિયમો પ્રમાણે કોર્ટ રૂમ દીઠ એક વકીલ અને અરજદારને પ્રવેશ આપવામાં આવશે. એક સાથે ક્રમમાં હોય તેવા 5 કેસોના વકીલોને કોર્ટ રૂમમાં પ્રવેશ આપવામાં આવશે. 

હાઈકોર્ટે 65 વર્ષથી વધુ ઉંમરના વકીલો અને પક્ષકારોતઝા મોર્બિડ વ્યક્તિઓને પ્રત્યક્ષ સુનાવણીમાં હાજરી ટાળવાની પણ સલાહ આપી છે. તો હાઈકોર્ટની કેન્ટીનમાં માત્ર ચા-કોફી, પાણી અને ફૂટ પેકેટનું વેચાણ કરવાની સૂચના આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More