Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: અફઘાની નાગરિક અમદાવાદમાં ચલાવતો કોલસેન્ટર, વિદેશીઓને છેતરતો હતો

ગાંધીનગરના અડાલજ પોલીસે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં રેડ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વિદેશી નાગરિકોને લૉન અપાવવાના બહાને છેતરપિંડી કરતી આ ટોળકી અમદાવાદમાં રહીને નાણાંને બીટકોઈનમાં ટ્રાન્સફર કરવાની પણ લાલચ આપી ઠગાઈ આચરતા.

AHMEDABAD: અફઘાની નાગરિક અમદાવાદમાં ચલાવતો કોલસેન્ટર, વિદેશીઓને છેતરતો હતો

મૌલિક ધામેચા/અમદાવાદ : ગાંધીનગરના અડાલજ પોલીસે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં રેડ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વિદેશી નાગરિકોને લૉન અપાવવાના બહાને છેતરપિંડી કરતી આ ટોળકી અમદાવાદમાં રહીને નાણાંને બીટકોઈનમાં ટ્રાન્સફર કરવાની પણ લાલચ આપી ઠગાઈ આચરતા.

VAPI: જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર માટે માથાનો દુખાવો બની આ સમસ્યા

પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંન્ને શખ્સો મૂળ અફઘાનિસ્તાન અને મોંઝામ્બિકના રહેવાસી શખ્સો અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને છેતરવાનું કામ કરતા હતા. લોન આપવાની મોડસ ઓપરેન્ડીથી વૈષ્ણોદેવી પાસેના એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી આ કોલ સેન્ટર ચાલતું હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળતાં અડાલજ પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે મૂળ અફઘાનિસ્તાનના પેશન મનાલાઈ અને યુસુફની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ મોઝામ્બિકના ઇબ્રાહિમ ઈકબાલ પણ પોલીસને મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં ગમે તે ક્ષણે ચાલુ થઇ શકે તેવી 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ આરોપી અમેરિકાના જેવા દેખાતા નંબર પર કોલ સેન્ટર ચલાવતા હતા. જેથી તેમની છેતરપિંડીને પકડી ન શકે. તો સંઘે જ પોલીસે આરોપીઓ કેટલા સમયથી કોલ સેન્ટર ચલાવતા તેની પણ તપાસ હાથ ધરી. હાલ તો પોલીસે આ 2 આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ અને રાઉટર સહિત કેટલોક ડેટા પણ કબજે કર્યો છે. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે કે છેલ્લા કેટલાક સમયથી વિદેશી નાગરિકોને ઠગવાનું કામ આ ગઠિયાઓ કરતા હતા. જેને લઈને પોલીસ ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More