Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: કાર ચાલકે પેડલ સાયકલને અડફેટે લેતા 2 બાળકોનાં ઘટના સ્થળે મોત, પતિ-પત્ની ગંભીર ઇજાગ્રસ્ત

શહેરના સિન્ધુભવન રોડથી રિંગ રોડ તરફ લક્ઝુરિયસ કાર ચાલકે પેન્ડલ સાયકલમાં જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જામીન પર મુક્ત પર કરી દીધો છે. 

અમદાવાદ: કાર ચાલકે પેડલ સાયકલને અડફેટે લેતા 2 બાળકોનાં ઘટના સ્થળે મોત, પતિ-પત્ની ગંભીર ઇજાગ્રસ્ત

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના સિન્ધુભવન રોડથી રિંગ રોડ તરફ લક્ઝુરિયસ કાર ચાલકે પેન્ડલ સાયકલમાં જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે બનાવ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જામીન પર મુક્ત પર કરી દીધો છે. 

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1075 દર્દી, 11155 સાજા થયા, 09 નાં મોત

ઘટના અંગે મળતી માહીતી અનુસાર સિન્ધુભવન રોડથી રિંગ રોડ તરફ જતા રોડ પર આવેલા ક્રેસન્ટ પાર્ટીપ્લોટ પાસે છાપરામાં કિરણભાઈ વાસફોડીયા તેમની પત્ની અને ત્રણ વર્ષ અને દોઢ વર્ષના બાળક સાથે રહતા હતા દરમ્યાન સવારે પેન્ડલ સાઇકલમાં પત્ની અને બાળકોને બેસાડી તેઓ સિન્ધુભવન રોડ પરથી જતા હતા ત્યારે લક્ઝુરિયસ કારના ચાલકે પેન્ડલ સાઇકલ ચાલકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં પતિ-પત્ની નીચે પટકાયા હતા અને માથાના ભાગે બાળકોને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ કારચાલક ઉભો રહી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા કારમાં પતિ-પત્નીને ખાનગી હોસ્પિટલમાં અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. 

BJP ના MLA દ્વારા Corona ગાઇડલાઇનના ધજાગરા, નાગરિકો પાસે કરોડો ઉઘરાવતી પોલીસ બની મુકદર્શક

જ્યાં બંને બાળકોને ડોકટરે મૃત જાહેર કર્યા અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઇ બનાવવા અંગેના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં સમગ્ર ઘટના જોવા મળી બાદમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે અકસ્માત સર્જનાર હાર્દિક શાહ નામનો વ્યક્તિ પોલીસ સ્ટેશન હાજર થયો હતો. પ્રાથમિક તપાસમાં હાર્દિક શાહ શીલજ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જે સિંધુભવનથી પકવાન તરફના રોડ પર પસાર થતો હતો. દરમિયાન પુરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ. બાદમાં પોલીસે પણ આરોપી હાર્દિક શાહને જામીન પર મુક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More