Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી છતા તંત્રના પેટનું પાણી નથી હલતું

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 498 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 313 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 26 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદમા 1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1219 પર પહોંચ્યો છે.

ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી છતા તંત્રના પેટનું પાણી નથી હલતું

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 498 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 313 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 26 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદમા 1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1219 પર પહોંચ્યો છે.

કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી-મીઠાઇ ખવડાવી દ્રોહી ધારાસભ્ય મેરજાને વિદાય આપી

રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,16,130 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,09,391 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 6739 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.

સુરત: 3 વર્ષમાં સુરતનાં ઉત્તર ઝોનમાં જ ડોઢ કરોડનો દારૂ ઝડપાયો, પોલીસે કર્યો નાશ

જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 5074 કેસ એક્ટિવ છે, જે પૈકી 5013 સ્ટેબલ છે જ્યારે 61 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 13324 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1219 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

સુરત: કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં સેંકડો લોકો થયા એકત્ર, ચાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 289 કેસ નોંધાયા છે આ ઉપરાંત સુરત 92, વડોદરા 34, ગાંધીનગર 20, રાજકોટ 8, વલસાડ 7, મહેસાણા 6, પાટણ 6, સાબરકાંઠા 5, કચ્છ 5, બનાસકાંઠા 4, પંચમહાલ 4, ભરૂચ 3, છોટાઉદેપુર 3, ભાવનગર 2, અરવલ્લી 2, આણંદ 2, ખેડા 2, ગીર સોમનાથ 2 અને નવસારીમાં 2 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 498 નવા કેસ નોંધાય હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More