Home> Gujarat
Advertisement
Prev
Next

પેટ્રોલ બાદ CNG એ દઝાડ્યા, સામાન્ય માણસ માટે દિવાળીની તમામ ખુશીઓ છીનવાઇ

દિવાળી પહેલા જ રિક્ષા ચાલકોને સરકારે ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે પેસેન્જર ભાડામાં વધારો કર્યો હતો. જો કે આડકતરી રીતે પેસેન્જર ઉપર બોજો વધ્યો છે. ઓટો રિક્ષાના રજીસ્ટર્ડ એસોસિએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટો રિક્ષાના ભાડાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ ભાડું, પ્રતિ કિ.મી ભાડું અને વેઇટિંગ ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો 5 નવેમ્બર 2021થી લાગુ પડશે. રિક્ષા ચાલકો હડતાળ કરે તે પહેલા જ ભાવ વધારો મંજૂર કરી દેવાયો હતો. વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથેની એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો. 

પેટ્રોલ બાદ CNG એ દઝાડ્યા, સામાન્ય માણસ માટે દિવાળીની તમામ ખુશીઓ છીનવાઇ

ગાંધીનગર : દિવાળી પહેલા જ રિક્ષા ચાલકોને સરકારે ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે પેસેન્જર ભાડામાં વધારો કર્યો હતો. જો કે આડકતરી રીતે પેસેન્જર ઉપર બોજો વધ્યો છે. ઓટો રિક્ષાના રજીસ્ટર્ડ એસોસિએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટો રિક્ષાના ભાડાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ ભાડું, પ્રતિ કિ.મી ભાડું અને વેઇટિંગ ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો 5 નવેમ્બર 2021થી લાગુ પડશે. રિક્ષા ચાલકો હડતાળ કરે તે પહેલા જ ભાવ વધારો મંજૂર કરી દેવાયો હતો. વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથેની એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો. 

પૂર્ણેશ મોદીએ હાલનું લઘુત્તમ ભાડુ 15 રૂપિયા છે તે વધારીને લઘુત્તમ ભાડુ 18 કરવાના ઠરાવને મંજુરી આપી દીધી હતી. આ જ પ્રકારે પ્રતિકિલોમીટર રનિંગ ભાડુ હાલ 10 રૂપિયા છે તે વધારેની 13 કરી દેવાયું હતું. આ ઉપરાંત વેઇટિંગનું ભાડુ પણ વધારીને 5 મિનિટનો એક રૂપિયા છે તે વધારીને એક મિનિટનો એક રૂપિયો કરી દીધો હતો. આ તમામ ભાવ 5 નવેમ્બર 2021 થી લાગુ પડશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સીએનજીની કિંમતમાં તબક્કાવાર રીતે પેટ્રોલની જેમ જ તોતિંગ ભાવ વધારો ઝીંકાતા સામાન્ય માણસ પરનું ભારણ વધ્યું છે. પેટ્રોલથી પરેશાન લોકો CNG તરફ વળ્યા તો સીએનજીની કિંમતોમાં ભારે વધારો નોંધાયો હતો. આજના દિવસમાં અમદાવાદમાં ભાવમાં વધારો થઇને કિંમત 62 રૂપિયાને પાર પહોંચી છે. સરકારી તથા ખાનગી કંપનીઓ દ્વારા સીએનજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જે સામાન્ય માણસ માટે મોંઘવારીનો ચોતરફી માર થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More