Home> Gujarat
Advertisement
Prev
Next

'મારી સાથે લગ્ન નહીં કરે તો જેલમાં મિત્ર બનેલા ગુંડા પાસે મારી નખાવીશ', એન્કરિંગ કરતી યુવતીની છેડતી

જામીન પરથી છુટ્યા બાદ ફરીવાર લગ્ન કરવા માટે અજાણ્યાં મોબાઈલ નંબર પરથી ફોન અને મેસેજ કરી "જો મારી સાથે લગ્ન નહીં કરે તો જેલમાં મિત્ર બનેલા ગુંડા દ્વારા મારી નંખાવીશ" કહી પીછો કરાતો હતો. જેનાં પગલે ફરીવાર છેડતી મામલે ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસ દ્વારા ફરીવાર રોમીયોની ધરપકડ.

'મારી સાથે લગ્ન નહીં કરે તો જેલમાં મિત્ર બનેલા ગુંડા પાસે મારી નખાવીશ', એન્કરિંગ કરતી યુવતીની છેડતી

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ફેસબુક ઈન્સ્ટ્રાગ્રામ પરથી પાંડેસરાની એન્કર યુવતીનો મોબાઈલ નંબર મેળવી લગ્ન કરવા પીછો કરી છેડતી કરનારાં રોમીયોની ગત વર્ષે પાંડેસરા પોલીસે ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. જામીન પરથી છુટ્યા બાદ ફરીવાર લગ્ન કરવા માટે અજાણ્યાં મોબાઈલ નંબર પરથી ફોન અને મેસેજ કરી "જો મારી સાથે લગ્ન નહીં કરે તો જેલમાં મિત્ર બનેલા ગુંડા દ્વારા મારી નંખાવીશ" કહી પીછો કરાતો હતો. જેનાં પગલે ફરીવાર છેડતી મામલે ફરિયાદ નોંધાતા પાંડેસરા પોલીસ દ્વારા ફરીવાર રોમીયોની ધરપકડ કરવામાં આવી છે. 

આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં? આ મહિનાને લઈ સૌથી ઘાતક આગાહી

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી વિવિધ ઇવેન્ટમાં એન્કરિંગનું કામ કરે છે. ગત વર્ષે તેનાં ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ પરથી મોબાઇલ નંબર મેળવી વિપિન શુક્લા નામનાં રોમિયો દ્વારા પીછો કરી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી, યુવતી દ્વારા કરાયેલી ફરિયાદનાં આધારે પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દેવાયો હતો. બાદમાં જામીન પરથી છૂટી ફરીવાર વિપિને ફરીવાર યુવતીનો પજવણી ચાલુ કરી હતી. અજાણ્યાં નંબરો પરથી વારંવાર ફોન તેમજ મેસેજ કરી "મારી સાથે લગ્ન નહીં કરે તો જેલમાં મિત્ર બનેલા ગુંડા પાસે મારી નખાવીશ" તેવી ધમકી આપી ઘર સુધી પહોંચી પજવણી કરાતી હતી. 

ભાજપના થયા સી. જે. ચાવડા! કહ્યું; 'કોઈ પદની લાલચ નહીં, મારી કેપિબલિટી જોવામાં આવી'

અંતે ત્રાસથી કંટાળેલી યુવતીએ ફરીવાર પાંડેસરા પોલીસ મથકમાં રોમીયો વિપીન વિરુદ્ધ ઈપીકો કલમ ૩૫૪ (એ),૩૫૪ (ડી), ૪૪૮, ૫૦૭, ૫૦૬ (૨) તથા ૫૦૯ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાંઆવી હતી. પોલીસે ફરિયાદના આધારે માનસિક વિકૃત રોમિયો વિપિન ત્રિવેણીપ્રસાદ શુક્લા વેસુ ખાતે થી ધરપકડ કરી હતી.હાલ પોલીસે આરોપીની ધરપક કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ છે. 

ભડકાઉ ભાષણ આપનાર મૌલાના ફરી રિમાન્ડ પર, 24 ડિસેમ્બરે મોડાસામાં ખુલ્યો વધુ એક કાંડ!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More