Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ પછી હવે વડોદરામાં નવી કેટલ પોલિસીનો અમલ થશે, જાણો શું છે આ પોલિસી અને તેના નિયમ?

રખડતા ઢોરના આતંકને ડામવા માટે અમદાવાદમાં નવી કેટલ પોલિસી અમલમાં મૂકાઈ છે. ત્યારે અમદાવાદ બાદ વડોદરામાં પણ નવી કેટલ પોલિસી અમલી બનાવાશે. નવી કેટલ પોલિસીનો અમલ કરવા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઈ છે.

અમદાવાદ પછી હવે વડોદરામાં નવી કેટલ પોલિસીનો અમલ થશે, જાણો શું છે આ પોલિસી અને તેના નિયમ?

ઝી બ્યુરો/વડોદરા: રખડતા ઢોર મુદ્દે અમદાવાદ પછી હવે વડોદરામાં નવી કેટલ પોલિસીનો અમલ થશે. આ મુદ્દે સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી છે. વડોદરા મનપાએ હાઈકોર્ટની સૂચના મુજબ માર્ગદર્શિકા બનાવી છે. રખડતા ઢોરથી મૃત્યુ થશે તો 5 લાખ રૂપિયાનું વળતર અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર પશુપાલકો પાસેથી વસૂલાશે અને પશુમાલિક 3 વખત પકડાશે તો બિનજામીનપાત્ર ગુનો નોંધાશે. પશુઓ સાથે દોડતી બાઈકર્સ ગેંગ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. સાથે ઢોરવાડા કાયમી બંધ કરવાનું સૂચન કરાયું છે.

શાળામાં બેદરકારી જોઈ CM એ અધિકારીઓનો ઉધડો લીધો! 24 કલાકમાં જ સ્કૂલની તાસીર બદલાઈ ગઈ

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, રખડતા ઢોરના આતંકને ડામવા માટે અમદાવાદમાં નવી કેટલ પોલિસી અમલમાં મૂકાઈ છે. ત્યારે અમદાવાદ બાદ વડોદરામાં પણ નવી કેટલ પોલિસી અમલી બનાવાશે. નવી કેટલ પોલિસીનો અમલ કરવા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકાઈ છે, જો આ દરખાસ્તને મંજૂરી મળી જશે તો અમદાવાદની જેમ વડોદરામાં પણ રખડતા ઢોર પર અંકુશ લાગશે. 

ગુજરાતની ગૃહિણીમાં કહી ખુશી કહી ગમ! ટામેટાં, ઘઉં બાદ હવે..આ વસ્તુ મોંઘી અને આ સસ્તી!

હવે તમારા મનમાં થશે કે આ કેટલ પોલિસી શું છે? તો અમે તમને જણાવીએ કે રખડતાં ઢોરનો ત્રાસ અટકાવવા અને નિયંત્રણ મૂકવા ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ માર્ગદર્શિકા બનાવાઈ છે. જો કોઈ વ્યક્તિનું રખડતાં ઢોરના કારણે મોત થશે તો 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર વળતરનું સૂચન કરાયું છે. એક જ પશુ માલિક ત્રીજી વખત ગુનો કરે તો બિન જામીનપાત્ર ગુનો અને ઢોરવાડા કાયમી બંધ કરવાનું પણ સૂચન કરાયું છે.

શાળામાં બેદરકારી જોઈ CM એ અધિકારીઓનો ઉધડો લીધો! 24 કલાકમાં જ સ્કૂલની તાસીર બદલાઈ ગઈ

આ સિવાય જાહેરમાં ઘાસ વેચતા લોકો સામે જાહેરનામા ભંગ, પશુઓ સાથે ભાગતી બાઇકર્સ ગેંગ સામે કાયદાકીય કાર્યવાહીનું પણ સૂચન કરાયું છે. ઢોર પાર્ટીની મૂવમેન્ટના મેસેજ કરનાર પશુપાલકો સામે સાયબર ક્રાઈમ વિભાગ થકી ફરિયાદ કરવાનું પણ સૂચન કરાયું છે. મૃતકના પરિવાર કે ઇજાગ્રસ્તને આપવાનું વળતર પશુમાલિક પાસેથી વસૂલવાનું સૂચન કરાયું છે.

રૂપની માયામાં કેટલા યુવાનો ભોગ બનશે! બે ટ્રાન્સજેન્ડરે જાહેરમાં કપડાં કાઢી નાંખ્યા..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More