Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD બાદ SURAT માં પણ રાત્રે 9 વાગ્યાથી લાગશે કર્ફ્યૂ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ બાદ સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. 

AHMEDABAD બાદ SURAT માં પણ રાત્રે 9 વાગ્યાથી લાગશે કર્ફ્યૂ, શનિ-રવિ તમામ ફરવા લાયક સ્થળો બંધ

અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અમદાવાદ બાદ સુરતમાં પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દેવામાં આવી છે. 

AHMEDABAD: કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ

આજે સુરત મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે. એટલે કે આવતી કાલથી આ નિયમ લાગુ પડી જશે. 9 વાગ્યાથી શહેરનાં તમામ એકમો બંધ કરી દેવાનાં રહેશે. 

ગુજરાત યુનિવર્સિટી બાદ GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય

બેઠકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટ કરાયેલ ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા તથા રસીકરણ વગેરેને ધ્યાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ શની રવિ તમામ મોલ મલ્ટીપ્લેક્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવીહ તી. આ ઉપરાંત બીઆરટીએસ, એએમટીએસ અને બાગ બગીચાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

વીર નર્મદ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકુફ
સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લેતી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પણ તમામ પરીક્ષાઓ આગામી આદેશ સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પરીક્ષાઓ મોકુફ કરી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More