Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી

ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. 

અમદાવાદ,સુરત બાદ વડોદરા પણ વિકાસની હરણફાળ ભરશે, લાંબા સમયથી રાહ હતી તેને CM એ આપી મંજૂરી

ગાંધીનગર : ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. 

યુવતીઓના માતા પિતા સાવધાન: ઓનલાઇન ડિલિવરીના બહાને આવતો યુવાન એવું કરતો કે...

ગુજરાતમાં શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો સંકલ્પને મુખ્યમંત્રીએ સાકાર કર્યો હતો. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. 

Positive News: રસીથી રાહત રોજનાં હજારો કેસ આવે છે પરંતુ કોઇ દર્દીને હોસ્પિટલમાં દાખલ નથી થવું પડતું

ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. ૪૨૯ (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. ૭૧ (વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૪૩ (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. ૨૬ (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. ૪-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. ૯૪(હાથીજણ-રોપડા) છે.

અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે શરૂ કરાયું પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ, મુસાફરોની મુશ્કેલી થશે ઓછી

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩ મંજૂર થવાથી ૨૨.૧૮ હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. ૪૨૯ મંજૂર થવાથી ૫૫.૪૭ હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૭૧ મંજૂર થવાથી ૧૫.૮૩ હેકટર જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More