Home> Gujarat
Advertisement
Prev
Next

30-40 વર્ષ પહેલા શાળા છોડ્યા બાદ આ દિગ્ગજો ફરી સ્કૂલમાં ભણવા પહોંચ્યા

સામાન્ય રીતે શાળાનું નામ આવે એટલે નાના ભુલકાઓનું દ્રશ્ય નજર સામે આવી જાય પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ 30-40 વર્ષ પહેલા અભ્યાસ કરી ચુક્યા છે. અને આજે ફરી શાળાએ પહોંચ્યા છે. પોતાની શાળાના સમયનાએ સંસ્મરણોને ફરી તાજા કરવા માટે પહોંચ્યા હતા. 
 

30-40 વર્ષ પહેલા શાળા છોડ્યા બાદ આ દિગ્ગજો ફરી સ્કૂલમાં ભણવા પહોંચ્યા

અતુલ તિવારી/અમદાવાદ: સામાન્ય રીતે શાળાનું નામ આવે એટલે નાના ભુલકાઓનું દ્રશ્ય નજર સામે આવી જાય પરંતુ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ 30-40 વર્ષ પહેલા અભ્યાસ કરી ચુક્યા છે. અને આજે ફરી શાળાએ પહોંચ્યા છે. પોતાની શાળાના સમયનાએ સંસ્મરણોને ફરી તાજા કરવા માટે પહોંચ્યા હતા. 

અમદાવાદના પાલડીમાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલ આમ તો આ સ્કૂલ બાળકોના કોલાહલથી ધબકતી હોય છે. 30-40 વર્ષ પહેલા અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ અહી પહોચ્યાં હતા. આ જ સ્કૂલમાંથી અભ્યાસ કરીને કોઈ આઈએએસ અધિકારી બન્યા તો કોઈ ઈન્કમટેક્સ ઓફિસર, કોઈ ડોક્ટર તો કોઈ બિઝનેસમેન. તો વળી કોઈ મેયર કે ધારાસભ્ય  પણ બન્યા છે.

રાજકોટ: ગોંડલમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતાનું મોજુ

શાળામાં લાસ્ટબેન્ચ પર વિતાવેલાએ દિવસો... અમદાવાદના મેયર બિજલ પટેલ પણ આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ છે. તેઓ પણ શાળાએ પહોંચ્યા અને તે સમયની જૂની યાદોને તાજા કરી હતી. શાળામાં ધીંગા મસ્તી કરેલાએ દિવસોના સંસ્મરણો તાજા કર્યા બાદ વિદ્યાર્થીઓએ અને આવા જ એક વિદ્યાર્થી કે જેઓ હાલ ગુજરાત સરકારમાં આઈએએસ અધિકારી છે અનુરાધા મલ. જેઓ હાલ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં સીઈઓ તરીકે ફરજ બજાવે છે. તો વળી જયંત ઠાકોર કે જેઓ ઈન્કમટેક્સ વિભાગના ઓફિસર છે.

અરવલ્લી: અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ

1955થી અત્યાર સુધી સ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ જ નહિ તે સમયના શિક્ષકો પણ શાળાએ તે સમયના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પહોંચ્યા હતા. તો વળી કેટલાક લોકો વિદ્યાર્થીના સ્કૂલ ડ્રેસમાં, સ્કૂલ બેગ, લંચબોક્સ સાથે જોવા મળ્યા હતા. અને નાના બાળકોની જેમ શાળા દ્વારા આયોજિત કાર્યક્રમોને માણ્યો સાથે જ જુના મિત્રો ફરી એકવાર તેમની નજરો સામે આવતા ખુશી વ્યક્ત કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More