Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં રહેતા યુવકની પત્ની અને દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ, ટિકિટ હોવા છતાં નથી આવી શકતો પરિવાર

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે

સુરતમાં રહેતા યુવકની પત્ની અને દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ, ટિકિટ હોવા છતાં નથી આવી શકતો પરિવાર

ચેતન પટેલ/ સુરત: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. ત્યારે સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) અભ્યાસ કરતા વિદ્યાર્થીની (Students) પત્ની અને બે દીકરીઓ (Wife And Daughter) અફઘાનિસ્તાનમાં ફસાયા છે. ફ્લાઈટની ટિકિટ હોવા છતાં પરિવાર (Family) ભારત આવી શકતો નથી.

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલ એરપોર્ટ પર આજ સવારથી જ બેકાબૂ સ્થિતિ છે. તાલિબાનના (Taliban) રાજથી બચવા માટે હજારોની સંખ્યામાં લોકો દેશની બહાર જવા માટે પડાપડી કરી રહ્યા છે. કોઈ પણ ભોગે ફ્લાઈટ પકડીને દેશ બહાર જવા માંગે છે. કાબૂલ એરપોર્ટ (Kabul Airport) પર સ્થિતિ બેકાબૂ થતા થયેલા ફાયરિંગમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. તો બીજી તરફ હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. લોકો જબરદસ્તીથી વિમાનમાં ચડવાની પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો:- વડોદરામાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓના પરિજનો અફઘાનિસ્તાનમાં ફસાયા

ત્યારે છેલ્લા 7 વર્ષથી સુરતમાં રહેતા અફઘાનિસ્તાની યુવકની પત્ની અને બે દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાયા છે. યુવક સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં પીએચડી કરી રહ્યો છે. યુવકની પત્ની અને બે દીકરીઓ અફઘાનિસ્તાનમાં છે. યુવકને સાત વર્ષ અને એક વર્ષની બે દીકરીઓ છે. પરિવાર પાસે ફ્લાઈટની ટિકિટ હોવા છતાં તેઓ અફઘાનિસ્તાનથી ભારત આવી શકતા નથી. ત્યાં હાલ ગોળીબાર થઈ રહ્યો છે. ઘરમાં ઘૂસીને તાલિબાનીઓ ચેક કરી રહ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનમાં હાલ સ્થિતિ ભયજનક છે. જેને લઇને યુવક તેના પરિવારને લઈને ચિંતામાં છે અને પરિવારને ભારત આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More