Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat High Court માં સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું, કોરોના સંક્રમણ અંગે કરી આ રજૂઆત

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું (Affidavit) રજૂ કર્યું છે

Gujarat High Court માં સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું, કોરોના સંક્રમણ અંગે કરી આ રજૂઆત

આશકા જાની/ અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું (Affidavit) રજૂ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 2 મેના રોજ પ્રધાનમંત્રીની (PM Modi) અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી હતી. મેડિકલ ઓક્સિજનની (Medical oxygen) વધતી જરૂરિયાતો અંગે સમીક્ષા કરાઈ હતી.

નાઇટ્રોજન પ્લાન્ટ્સને (Nitrogen plants) ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કરી વધુ મેડિકલ ઓક્સિજન (Medical oxygen) મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ identify કરાઈ છે. ઓપરેશન સમુદ્રસેતુ II (operation samudra setu II) અંતર્ગત નૌકાદળના સાત જહાજો કાર્યરત છે. વિદેશોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરેલા ક્રાયોજેનિક કન્ટેનર અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ લાવવામાં 7 જહાજ કાર્યરત છે.

આ પણ વાંચો:- નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય છીનવાય તે પહેલા જ માતાની મમતાએ કાળમુખા કોરોનાને હંફાવ્યો

કોરોના મહામારીની લડાઈમાં નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટિમ અમદાવાદમાં ડિપ્લોય કરાઈ છે. 4 ડોકટર્સ, 7 નર્સ, 20 પેરામેડીક સ્ટાફ અને 20 સપોર્ટ સ્ટાફ ડિપ્લોય કરાયા છે. પ્રધાનમંત્રીએ પી.એમ. કેર ફંડમાંથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન Concentrator લેવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો:- કોરોના કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો, સરકારી હોસ્પિટલના સિનિયર તબીબોએ બાયો ચડાવી

અગાઉ મંજુર થયેલા 713 PSA પ્લાન્ટ ઉપરાંત નવા 500 પ્લાન્ટને પીએમ કેર ફંડમાંથી મંજૂરી અપાઈ છે. 21 એપ્રિલથી 9 મે સુધીમાં કેન્દ્ર ગુજરાતને રેમડેસિવિરના 3,07,000 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવશે. વિદેશી કંપનીઓ પાસેથી 4,50,000 રેમડેસિવિર લેવા માટે ભારત સરકારની કમ્પની HLL લાઈફ કેર લિમિટેડે ઓર્ડર આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More