Home> Gujarat
Advertisement
Prev
Next

Acid Attack: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર એસિડ એટેક, પોલીસ દોડતી થઇ

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક એસિડ એટેકની ઘટના બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક (Acid Attack) નથી થયો પણ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો છે

Acid Attack: અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પર એસિડ એટેક, પોલીસ દોડતી થઇ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) વધુ એક એસિડ એટેકની ઘટના બની છે. પરંતુ આ વખતે કોઈ મહિલા પર એસિડ એટેક (Acid Attack) નથી થયો પણ હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. અને તે પણ સામાન્ય તકરારનો બદલો લેવાના ઈરાદે. ઘટના બનતાની સાથે જ પોલીસ (Ahmedabad Police) દોડતી થઇ અને પોલીસ ફરિયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.

અમદાવાદની (Ahmedabad) શારદાબેન હોસ્પિટલમાં આ બનાવ બન્યો. અહીંયા અનેક દર્દીઓ પોતાની સારવાર માટે ડોક્ટરના (Doctor) ભરોસે આવતા હોય છે. પરંતુ સારવાર લેવાની જગ્યાએ ગુનાહિત કૃત્ય બન્યું. જેને પગલે હોસ્પિટલના (Shardaben Hospital) એક કર્મચારીએ હવે સારવાર લેવી પડી રહી છે. શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ (Blood Donate) કરવા બાબતે હોસ્પિટલના લેબ ટેક્નિશિયન સાથે તકરાર કરી અને એસિડ એટેક (Acid Attack) કર્યો છે.

આ પણ વાંચો:- GTU ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ

fallbacks

શહેરકોટડા પોલીસને (Ahmedabad Police) બનાવ અંગે મેસેજ મળતા પોલીસ હોસ્પિટલમાં પહોંચી હતી. જોકે બનાવ અંગેની જાણકારી મેળવતા મહત્વના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) હાથે લાગ્યા. જેને પગલે એસિડ એટેક થયું હોવાનો પુરાવો પણ પોલીસને હાથે લાગ્યા. પોલીસને સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એક શખ્સ આસાનીથી હોસ્પિટલમાં (Shardaben Hospital) ઘુસી જાય છે અને બાદમાં લેબ ટેકનિશિયન રમેશ વાઘેલા પર હુમલો કરી નાખે છે.

આ પણ વાંચો:- અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી

હવે સવાલ ઉભા થાય છે કે આટલી મોટી ઘટના બની ત્યારે હોસ્પિટલના (Shardaben Hospital) સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા? માનવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ (Blood Donate) કરવા માટે હોસ્પિટલમાં આવતો હતો. તેના બદલામાં રૂપિયા પણ મેળવતો હતો. જેથી ફરિયાદી લેબ ટેક્નિશિયન (Lab Technician) રમેશ વાઘેલાને સારી રીતે પરિચિત હતો.

fallbacks

આ પણ વાંચો:- સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના દર્દીની મદદે આવ્યા, સુરતવાસીઓ માટે કર્યો આ સંક્લપ

જોકે રૂપિયાની લઈ ઉભી થયેલી જરૂરિયાત ન સંતોષાતા પ્રકાશ સોલંકી રમેશ વાઘેલાને બ્લડ વેચી આપવા માટે કહેતા રમેશ વાઘેલાએ અન્ય હોસ્પિટલનો સંપર્ક કરવાનું કહ્યુ. જેથી પ્રકાશ સોલંકી ઉશ્કેરાઈ ગયો અને હોસ્પિટલમાં જ તકરાર કરવાનું શરૂ કરી દીધું. હાલ તો શહેરકોટડા પોલીસે પ્રકાશ સોલંકિ વિરુદ્ધ સરકારી કામકાજમાં રૂકાવટ અને હોસ્પિટલમાં મારામારી કરવાના ગુના અંગેની ફરિયાદ નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More