Home> Gujarat
Advertisement
Prev
Next

9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં શરૂ થઈ આ વૈભવી ફરમાઈશો; આજીવન લાયસન્સ સસ્પેન્ડ

ISKCON Bridge Case: હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં શરૂ થઈ આ વૈભવી ફરમાઈશો; આજીવન લાયસન્સ સસ્પેન્ડ

ISKCON Bridge Case: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે આરોપી તથ્ય પટેલ હવે ક્યારેય વાહન ચલાવી નહિ શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ આગાહી જાણી ચોંકી ના જતા! આ વિસ્તારોમાં આફત બનીને વરસશે મેઘો, જાણો અંબાલાલની આગાહી

fallbacks

તથ્યએ કોર્ટમાં અરજી કરી શું કરી હતી માંગ ?
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલે તથ્ય પટેલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી હતી. 9 લોકોને કચડનાર તથ્ય પટેલની હવે જેલમાં જુદી જુદી ફરમાઈશો શરૂ થઈ છે. લોકોના કુળદીપકને કચડનારને હવે ઘરનું ભોજન જોઈએ છે. તથ્ય પટેલે ઘરના ભોજન માટે કોર્ટમાં અરજી કરી છે. તથ્ય પટેલે કોર્ટમાં ઘરનું ટિફિન આપવાની માગ કરી છે. જેલના સળિયા પાછળ જતા તથ્યને હવે ભણવાનું યાદ આવ્યું છે. તથ્ય પટેલે કોર્ટમાં ડિસ્ટન્સ સ્ટડી માટે મંજૂરી માગી છે. નિયમોના ધજાગરા ઉડાવનાર તથ્યને હવે ભણવું છે. ક્યારે કોલેજ કે સ્કૂલમાં હાજર ના રહેનાર તથ્યને હવે કેમ ભણવાનું યાદ આવે છે. નબીરા તથ્ય પટેલને જેલમાં પણ વૈભવી સુવિધાઓ જોઈએ છે.  

તમે જાણો છો Congressએ અત્યાર સુધી અદાણીને શું આપ્યું? સ્મૃતિ ઈરાનીએ સંસદમાં આપી વિગત

આંખનો શું આવ્યો રિપોર્ટ
તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.

fallbacks

રાહુલ ગાંધીએ સંસદમાં આપી ફ્લાઈંગ કિસ? અનેક મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ, Video

નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ જેલમાં સત્તાધીશો પાસે અવનવી માંગ કરતો જોવા મળ્યો છે. તથ્ય પટેલે જેલમાં બહારનું ભોજન આપવા અને સગા વ્હાલાઓને વધુ સમય માટે મળવા દેવાની માંગ કરી છે. આ ઉપરાંત કેસને લગતાં દસ્તાવેજની માંગ કરતી અરજી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કરી હતી. આરોપીને રજૂ કરવા માટે જેલ યાદી મોકલાવશે તેમજ કેસને લગતો મુદ્દામાલ પોલીસ કોર્ટમાં રજૂ કરશે.

સુરત મનપાએ રોગચાળામાં પણ રોકડી કરી; આ સ્ત્રોત બન્યા આવકનું સાધન, અધધ...કરોડ કમાયા!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More