Home> Gujarat
Advertisement
Prev
Next

'હું અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં છું', દેશના સૌથી મોટા નેતાના ભાઈઓ માની ગયા આ વાત, પછી...

મદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે કેમ કે આ નક્લી pmo અઘિકારીએ અલગ અલગ લોકોને પોતાની ઓળખ પહેલા pmo ના અધિકારી અને કેન્દ્રિય એજન્સીના અઘિકારી તરીકે ઓળખ આપતો હતો અને પછી છેતરપિંડી આચરતો હતો.

'હું અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં છું', દેશના સૌથી મોટા નેતાના ભાઈઓ માની ગયા આ વાત, પછી...

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી Pmo અધિકારીની ધરપકડ કરી છે. આરોપી ભરત છાબડાએ લોકોને પોતે pmo, કેન્દ્રિય એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. 

અસલી ક્રાઈમ બ્રાન્ચની ગીરફ્તમાં ઉભેલા શખ્સ નકલી Pmo અઘિકારી છે અને તેનું નામ ભરત છાબડા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ભરત છાબડાની હરિયાણાના કરનાલ માંથી ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે કેમ કે આ નક્લી pmo અઘિકારીએ અલગ અલગ લોકોને પોતાની ઓળખ પહેલા pmo ના અધિકારી અને કેન્દ્રિય એજન્સીના અઘિકારી તરીકે ઓળખ આપતો હતો અને પછી છેતરપિંડી આચરતો હતો. અમદાવાદ અને અડલાજમાં 4 ફરિયાદ નોંધાઈ છે. જેમાં પહેલી ત્રણ ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઇ છે અને ચોથી ફરિયાદ ગાંધીનગરના અડાલજ માં નોંધાઇ છે. 

શું ગુજરાતને અસર થશે? આ વાવઝોડું 3 દેશો પર ત્રાટક્યું, 290 કિ.મીની ઝડપે ફૂંકાયો પવન

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતેની ફરિયાદમાં પહેલા ફરિયાદી હોટેલ મેનેજર અનિલ સિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત છાબડા હોટેલમાં રોકાયને પોતાની હોટેલ રોકાતો અને પોતે pmoમાં અધિકારી છે સાથે જ કહેતો કે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારમાં અમુક ખાનગી કામો હોવાથી ગુજરાત આવે છે. જેથી રહેવાનું અને જમવા નું બીલ નહોતું આપ્યું. ત્યારે બીજા ફરિયાદી પ્રશાંત તમાંચેના પિતા પાસા હેઠળ જેલમાં હતા, જેને છોડવા માટે પોતાની ઓળખ row અને સીબીઆઇમાં અધિકારી છે. જેથી છોડાવી આપશે. જેના પડલામાં અંદાજે 2 લાખ જેટલી રકમ મેળવી હતી.

ભાદરવી પુનમને લઈ અંબાજીમાં દર્શનના સમયમાં વધારો; માઈભક્તો ખાસ વાંચી લેજો આ સમાચાર

ત્રીજા ફરિયાદી ભરત સંગત્યાણીએના સંપર્કમાં આવ્યો ત્યારે પણ પોતે સીબીઆઇમાં અધિકારી છે તેમ કહી તેનું આધારકાર્ડ મેળવી એ આધારકાર્ડ સાથે છેડછાડ કરી આધારકાર્ડ બનાવી અનેક સિમકાર્ડ મેળવ્યા હતા અને ત્યારબાદ એ સીમકાર્ડથી તમામને ફોન કરતો હતો. અડાલજમાં નોંધાયેલ ફરિયાદમાં પણ અડાલજની હોટેલમાં રોકાયો હતો અને પોતાની ઓળખ કેન્દ્રિય એજન્સીનો અધિકારી છે, હોટેલમાં રોકવાના અને જમવા પૈસા ન આપી છેતરપિંડી આચરી હતી. આ તમામ ફરિયાદ નોંધાતા નકલી અધિકારીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે એક મહિનો હરિયાણાના કરાનાલમાં રોકાયને અંતે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. 

આ વૃદ્ધ માટે તબીબો બન્યા ભગવાન! હોજરીમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરત છાબડાની પૂછપરછ કરતા અને મોબાઈલ તપાસતા અને ચોકાવનારા ખુલાસા થયા હતા. જેમાં મોબાઈલમાંથી અનેક રાજકીય નેતા સાથે ફોટો જોવા મળ્યા હતા. સાથે અનેક ias ips સાથે પણ ફોટો જોવા મળ્યા હતાં. ત્યારે દેશના એક ઊંચકિય રાજકીય નેતાના બે ભાઈઓ સાથે પણ ફોટો જોવા મળ્યો હતો. જે અંગે પૂછ પરછ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ રાજકીય નેતાના ભાઈઓને આરોપી ભરત છાબડા પોતે અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં કામ કરે છે અને rrs માં સક્રિય છે જેથી આ રાજકીય નેતા ભાઈઓ પણ આ આરોપી ભરત છાબડાના જાસા અને વાતોમાં આવી ગયા હતા. આ પ્રકારે ફરિયાદ મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ નોંધી આરોપી ભરત છાબડાને ઝડપવા એક ટીમ તૈયાર કરી હતી. જેમાં હરિયાણા અને દિલ્લીમાં આ ટીમો મૂકવામાં આવી ત્યારે સતત એક મહિનાની વોચ દરમિયાન અંતે નકલી અધિકારી ભરત છાબડા ક્રાઈમ બ્રાન્ચની ગીરફ્તમાં આવી ગયો હતો.  

પાપ, ઘેલછા, નિષ્કાળજી અને ક્રૂરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી ભરત છાબડા છેલ્લા 4 વર્ષથી આ પ્રકારે ગુજરાત આવે છે અને અલગ અલગ લોકોને અલગ અલગ ઓળખાણ આપી છેતપીંડી આચરતો આવ્યો છે, ત્યારે હરિયાણામાં આવી ઓળખ આપીને જ પોતાના મિત્રો, પોલીસ અધિકારીની બદલીઓ માત્ર એક ફોન પર કરાવી દેતો હતો. આ આરોપી ભરત છાબડા પાછળ પીઠબળ કોનું છે એ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More