Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ રસ્તાઓ છે સૌથી જોખમી, થાય છે સૌથી વધુ અકસ્માતો

 રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી એક સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના આંકડા કહે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતના આ રસ્તાઓ છે સૌથી જોખમી, થાય છે સૌથી વધુ અકસ્માતો

હિતલ પારેખ/ગુજરાત : રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી એક સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના આંકડા કહે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા જ સ્વીકાર કરાયો છે કે, દિન પ્રતિદિન રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગત વર્ષે 2018માં જ 18745 અકસ્માતમાં 7974 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં વધી રહેલી વાહનોની સંખ્યાને કારણે અકસ્માત થતાં હોવાથી રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર 2020 સુધીમાં આ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 'સડક સુરક્ષા - જીવન રક્ષા' થીમ અંતર્ગત આ વખતે વિવિધ વિભાગો દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં આ જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ 22થી લઈ 35 વર્ષના યુવાનો ભોગ બન્યા છે. 

ગુજરાતમાં હાલમાં માર્ગ સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તે માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. જોકે તેમ છતાં પણ અકસ્માતની વણઝાર યથાવત્ રહી છે. 2013થી લઈને અત્યાર સુધી થયેલા અકસ્માતનાં આંકડા પર નજર કરીએ. 

  • 2013માં 25 હજાર 391 માર્ગ અકસ્માતમાં 7 હજાર 613 લોકોના મોત થયા
  • 2014માં 23 હજાર 712 અકસ્માતમાં 7 હજાર 955 લોકોના મોત થયા
  • 2015માં 23 હજાર 183 અકસ્માતમાં 8 હજાર 819 લોકોના મોત થયા
  • 2016માં 21 હજાર 859 અકસ્માતમાં 8 હજાર 136 લોકોના મોત થયા
  • 2017માં 19 હજાર 81 માર્ગ અકસ્માતમાં 7 હજાર 289 લોકોના મોત નિપજ્યાં
  • 2018ની વાત કરીએ તો 18 હજાર 745 માર્ગ અકસ્માતમાં 7 હજાર 914 લોકોના મોત થયા

ગુજરાતના મહાનગરોના કયા વિસ્તારમાં સૌથી વધુ અકસ્માત થાય છે તેના પર નજર કરીએ.

  • અમદાવાદ

અમદાવાદમાં બોડકદેવ, નવરંગપુરા, ગોતા, ચાંદખેડા, પ્રહલાદનગર ગાર્ડન, પાલડી, CTM ચાર રસ્તા, નરોડા ,RTO સર્કલ અને હાથીજણ સર્કલ પર સૌથી વધુ અકસ્માત નોંધાયા છે.

  • રાજકોટ

રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના કાલાવડ રોડ, ગ્રીનલેન્ડ સર્કલ, ત્રિકોણબાગ, ગોંડલ સર્કલ, હોસ્પિટલ ચોક, બેડીપરા, કુવાડવા, રેસકોર્સ, સરદાર પટેલ કોઠારિયા અને ઢેબર રોડ પર સૌથી વધુ અકસ્માત નોંધાયા છે.

  • સુરત

સુરતમાં વરાછા, કામરેજ, કડોદરા, પુનાગામ, ભાટર, અડાજણ, કિમ, લિંબાયત, અઠવા લાઈન અને નવજીવન સર્કલ પર સૌથી વધુ અકસ્માત નોંધાયા છે.

  • વડોદરા

વડોદરા શહેરની વાત કરીએ તો નર્મદા ભુવન, ગોત્રી ક્રોસ રોડ, કપુરાઈ એક્સ-રોડ, માંજલપુર, તરલાસી, પાણીગેટ, અલકાપુરી, સમા, પાદરા અને છાણીમાં સૌથી વધુ અકસ્માત નોંધાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More