Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી એકવાર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અકસ્માત, ભાવનગરના 10 વિદ્યાર્થી ઘાયલ

 ગુજરાતમાં વિદ્યાર્થીઓ સાથે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લેતી. આજે ફરીએકવાર બાળકો સાથે અકસ્માત સર્જાયો છે. શિબિરમાં જઈ રહેલા ભાવનગરના વિદ્યાર્થીઓની ગાડીનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓની ઈજા થઈ હતી.

ફરી એકવાર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અકસ્માત, ભાવનગરના 10 વિદ્યાર્થી ઘાયલ

નીતિન ગોહેલ/ભાવનગર : ગુજરાતમાં વિદ્યાર્થીઓ સાથે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લેતી. આજે ફરીએકવાર બાળકો સાથે અકસ્માત સર્જાયો છે. શિબિરમાં જઈ રહેલા ભાવનગરના વિદ્યાર્થીઓની ગાડીનો ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વિદ્યાર્થીઓની ઈજા થઈ હતી.

આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો

પ્રાપ્ત માહિતી અનુસાર, દિહોર ગામના વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રિન્સીપાલ સાથે વલ્લભીપુરમાં પચ્છેગામ શિબિરમાં જવા નીકળ્યા હતા. આ માટે ખાનગી મેજિક વાહન કરાઈ હતી. વિદ્યાર્થીઓ ગાડીમાં બેસીને નીકળ્યા હતા ત્યારે ચમારડી નજીક તેમનુ વાહન ટ્રક સાથે ભટકાયું હતું. આ અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થઈ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 7 વિદ્યાર્થીને સામાન્ય ઇજા થતા સારવાર બાદ રજા અપાઇ હતી.

fallbacks

 

 કદાચ આવો દેખાતો હશે એ બાળક, જેનું કપાયેલું માથુ રાજકોટમાં મળ્યું છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ વિદ્યાર્થીઓનાં અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. હાલમાં અગાઉ 26મી ડિસેમ્બરે છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં વિદ્યાર્થી ફસાઇ ગયા હતા અને ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા. તો બીજી બાજુ 27મી ડિસેમ્બરે સુરતનાં પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઇન્ટ પાસે રીક્ષા પલટી ખાતાં એક બાળકનું મોત થયું હતું. જયારે અન્ય ચાર વિદ્યાર્થી બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજ્યમાં આવા અકસ્માતોને નિવારવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાની વાત પણ સામે આવી હતી. સાથે જ ઘટનામાં વિદ્યાર્થીનાં મોતને પગલે પરિવારજનો પોતાનાં વ્હાલસોયા બાળકને પણ ગુમાવી રહ્યાં છે.

Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More