સમીર બોલચ/અરવલ્લી: જિલ્લાના ધનસુરા તાલુકાના ખેડા પાસે કાર અને ટ્રક અકસ્માત બાદ એક હાસ્યાસ્પ્રદ કિસ્સો સામે આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલકે ટ્રક ચાલક પાસે વળતરની માગણી કરતા કાર ચાલક અને ટ્રક ડ્રાઇવર વચ્ચે થોડી બોલચાલ થઇ હતી. પરંતુ કાર ચાલકને ટ્રક ચાલક દ્વારા વળતર આપવાની મનાઇ કરતા કાર ચાલકે ગુસ્સામાં આવીને ટ્રકના બે ટાયરો કાઢી લીધા હતા.
અકસ્તાતમાં થયેલા નુકશાનનું વળતર ન આપતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લેવાનો હાસ્યા સ્પ્રદ કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો હતો. કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લેતા ટ્રક ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને મામલો થાળે પાડ્યો હતો.
ડ્રાયવરે જણાવ્યું કે, હોટલમાંથી જમ્યા પછી ટ્રક લઇને બહાર નિકળી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી એક કાર ચાલકે ટક્કર મારી હતી અને તેમાંથી 4-5 જેટલા શખ્શોએ નીચે ઉતરીને મારા-મારી શરૂ કરી દીધી હતી. અને વળતરની માગ કરી રહ્યા હતા. અકસ્મતમાં થયેલા નુકશાનનું વળતર નહિ આપતા ટ્રકના બે ટાયરો કાઢી કાર ચાલકો ફરાર થઇ ગયા હતા.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે