Home> Gujarat
Advertisement
Prev
Next

ઈસુદાન ગઢવીએ 2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકાર પર કર્યો પ્રહાર, આપી આ પ્રતિક્રીયા

isudan gadhvi on 2000 note clean note policy : છેલ્લા 6 વર્ષથી ભારતના લોકો ગુલાબી રંગની બે હજાર રૂપિયાની જે ચલણી નોટોનો ઉપયોગ કરી રહ્યા છે. તે મોંઘેરી નોટોનું કાયદેસરના ચલણ તરીકેનું ભાવિ ફક્ત 4 મહિના સુધી છે

ઈસુદાન ગઢવીએ 2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકાર પર કર્યો પ્રહાર, આપી આ પ્રતિક્રીયા

RBI to withdraw Rs 2000 currency note from circulation : દેશભરમાંથી મોદી સરકારે 2 હજાર રૂપિયાની તમામ ચલણી નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે આ જાહેરાત કરી છે. દેશના લોકો પાસે 2 હજારની નોટો બદલાવવા માટે હવે ફક્ત 4 મહિનાનો સમય બચ્યો છે. હાલ જે નોટો છે તે 4 મહિના સુધી માન્ય રહેશે. હાલ જેટલા પણ લોકો પાસે 2 હજારની નોટો છે તેમણે 23 તારીખથી જમા કરાવવી પડશે. જો કે કોઈ પણ બેંક એક વખતમાં 10થી વધારે નોટો જમા નહીં લે. એટલે કે કોઈ પણ વ્યક્તિ 2 હજારની નોટોના સ્વરૂપે ફક્ત 20 હજાર રૂપિયા જ જમા કરાવી શકશે. 4 મહિનાની અંદર જ તમામ 2 હજારની નોટો જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી જ માન્ય રહેશે 2 હજારની નોટો. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. 

૨૦૧૬ માં કાળુંનાણું પાછું લાવું, આતંકવાદી પ્રવુતિઓ બંધ થાય અને ભ્રષ્ટાચાર ઘટાડવાના હેતુથી નોટબંધી કરવામાં આવી અને એને માસ્ટરસ્ટ્રોક ગણાવી નવી ૨૦૦૦ની નોટ ચલણમાં આવી. હવે આ ૨૦૦૦ની નવી નોટને બંધ કરીને ગરીબ અને મધ્યમવર્ગને ફરીથી તકલીફ અને પીડામાં મુકવામાં આવ્યા. તેવું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ 2000 રૂપિયાની નોટ બંધ થવા પર પ્રતિબંધ આપી.
 
2000 ની ચણલી નોટ બંધ થવા મામલ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સરકાર ૨૦૧૬ માં કાળુંનાણું પાછું લાવું, આતંકવાદી પ્રવુતિઓ બંધ થાય અને ભ્રષ્ટાચાર ઘટાડવાના હેતુથી નોટબંધી કરવામાં આવી અને એને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો. નવી ૨૦૦૦ની નોટ ચલણમાં આવી. હવે આ ૨૦૦૦ની નવી નોટને બંધ કરીને ગરીબ અને મધ્યમવર્ગને ફરીથી તકલીફ અને પીડામાં મુકવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષથી ભારતના લોકો ગુલાબી રંગની બે હજાર રૂપિયાની જે ચલણી નોટોનો ઉપયોગ કરી રહ્યા છે. તે મોંઘેરી નોટોનું કાયદેસરના ચલણ તરીકેનું ભાવિ ફક્ત 4 મહિના સુધી છે. જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટ કે નોટો છે, તો તેનો ઉપયોગ તમે ફક્ત 4 મહિના માટે જ કરી શકશો. કેમ કે રિઝર્વ બેન્કે 2 હજાર રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે રાહતની વાત એ છે કે બેન્કોમાં 2 હજારની નોટો બદલવા અને જમા કરાવવા માટે 4 મહિનાનો સમય અપાયો છે. આ માટે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More