Home> Gujarat
Advertisement
Prev
Next

ક્લાર્ક-કોન્સ્ટેબલ બાદ હવે ગોપાલ ઈટાલિયા નવા રૂપ-રંગમાં, અરવિંદ કેજરીવાલનો છે મામલો

Gopal Italia : ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પહોંચેલા ગોપાલ ઈટાલિયાએ એક ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. ઇટાલિયાએ લખ્યું કે મને આશા છે કે નવી જવાબદારી, નવા રસ્તા અને નવા સપના સાથેની આ નવી સફરમાં મને તમારા બધાના આશીર્વાદ મળશે
 

ક્લાર્ક-કોન્સ્ટેબલ બાદ હવે ગોપાલ ઈટાલિયા નવા રૂપ-રંગમાં, અરવિંદ કેજરીવાલનો છે મામલો

Gopal Italia News : આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ચર્ચિત નેતા ગોપાલ ઇટાલિયાએ વકીલાતનો અભ્યાસ અને બાર કાઉન્સિલમાં નોંધણી પૂર્ણ કર્યા પછી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી છે. પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન ગોપાલ ઈટાલિયા પણ લીગલ ટીમ સાથે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રસિદ્ધ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા હવે નવા અંદાજમાં જોવા મળશે. ક્લાર્ક અને કોન્સ્ટેબલ તરીકે કામ કર્યા બાદ રાજકારણમાં આવેલા ગોપાલ ઈટાલિયા હવે એડવોકેટ બની ગયા છે. ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસ અરવિંદ કેજરીવાલ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી quashing petitionની સુનાવણી દરમિયાન ઇટાલિયા વકીલ તરીકે હાજર રહ્યા હતા. તેઓ કેજરીવાલની ટીમ સાથે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલીયા પૂરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને વકીલો દ્વારા પહેરવામાં આવતો ડ્રેસ પહેર્યો હતો. ગુજરાતમાં આદમી પાર્ટીના અગ્રણી નેતાઓમાંના એક ગોપાલ ઇટાલિયા હાલમાં મહારાષ્ટ્રના સહ-પ્રભારી છે અને પાર્ટીએ તેમની રાષ્ટ્રીય સંગઠનમાં નિમણૂક કરી છે. આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી પાર્ટીએ રાજ્યના નેતૃત્વમાં ફેરફાર કર્યા હતા, તેમને પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને તેમને મહારાષ્ટ્રના સહ-પ્રભારી બનાવ્યા હતા.

આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની થઈ શરૂઆત, ગુજરાત બનશે સેમીકન્ડક્ટરનું હબ

 

 

એક લાગણીશીલ સંદેશ લખ્યો...
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પહોંચેલા ગોપાલ ઈટાલિયાએ એક ઈમોશનલ મેસેજ શેર કર્યો છે. ઇટાલિયાએ લખ્યું કે મને આશા છે કે નવી જવાબદારી, નવા રસ્તા અને નવા સપના સાથેની આ નવી સફરમાં મને તમારા બધાના આશીર્વાદ મળશે. ઈટાલિયાએ લખ્યું કે મેં મારા જીવનમાં એક પોલીસમેન તરીકે કોર્ટ જોઈ છે. આ પછી તેમણે ખોટી એફઆઈઆરમાં આરોપી તરીકે કોર્ટ જોઈ હતી, પરંતુ જીવનમાં પહેલીવાર વકીલ તરીકે કોર્ટમાં હાજર થયો હતો.

નર્મદા પૂર બાદ સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું, કોને લાભ મળશે જાણો

'ગર્વની લાગણી મહેસૂસ કરું છું'
ઈટાલિયાએ લખ્યું કે હાઈકોર્ટના વકીલના ડ્રેસમાં એક અલગ પ્રકારનું ગૌરવ અનુભવાય છે. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા પછી મને આશા છે કે નવા ગણવેશ અને નવી જવાબદારી સાથેની આ નવી સફરમાં મને તમારા બધા મિત્રોનો પ્રેમ અને આશીર્વાદ મળશે. આ સમયે, હું મારા પરિવાર, મારા મિત્રો, મારા શુભચિંતકો, મારા રાજકીય સમર્થકો, આમ આદમી પાર્ટીની કાનૂની ટીમ અને કેટલાક અનામી મિત્રોનો અત્યંત આભારી છું જેમણે મને દરેક સંઘર્ષમાં અતૂટ સાથ આપ્યો છે.

ઓટોમોબાઈલમાં ગુજરાતની હરણફાળ છલાંગ : ગુજરાતનું માર્કેટ ત્રણ બિલિયન ડોલર થયું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More