Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના પુણા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ; વિજય રબારી નામના યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા

સુરતના પુણા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દુર્ગેશની દાદાગીરી ચરમસીમા પર છે અને લોકો સાથે સાથે મારામારી અને દાદાગીરી કરતા અનેક કેસો નોંધાઇ ચુક્યા છે.

સુરતના પુણા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ; વિજય રબારી નામના યુવકને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા

ચેતન પટેલ/સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં ખુખ્યાત બુટલેગર અને તેના માણસો દ્વારા એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જોકે હત્યાની ઘટના બનતા જ પુણા પોલીસે એક જુવેનાઇલ સહિત પાંચ આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી. 

Ambalal Patel: અંબાલાલની આગાહી સાચી પડી તો ઉડી જશે છાપરાં, ઘરોમાં ઘુસશે નદીઓનું પાણી

સુરતના પુણા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દુર્ગેશની દાદાગીરી ચરમસીમા પર છે અને લોકો સાથે સાથે મારામારી અને દાદાગીરી કરતા અનેક કેસો નોંધાઇ ચુક્યા છે. જોકે દુર્ગેશ પુણા વિસ્તારમાં દારૂનો અડ્ડો ચલાવે છે અને ત્યાં વિજય રબારી નામનો વ્યક્તિ તેના માણસ પાસે પૈસા માંગવા આવ્યો હતો. 

નબીરા સામે ગાંધીનગરમાં ત્રીજી ફરિયાદ, તથ્યએ થર્ટી ફસ્ટે મંદિરમાં ઘુસાડી હતી જગુઆર

બે દિવસ સુધી પૈસા બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતા બાબલ થઈ અને જેમાં દુર્ગેશ અને તેના સાગરીતો દ્વારા વિજયનો પીછો કરવામાં આવ્યો હતો અને પુણા સ્થિત ક્રિષ્ના સર્કલ પાસે રોકીને વિજય પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં વિજય જે લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડતા વિજયનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

સુપર સ્માર્ટ હોય છે આ બ્લડ ગ્રુપના લોકો, જાણો બ્લડ ગ્રુપ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ

ઘટના બનતા જ પુણા પોલીસ બનાવ સ્થળે પોહચી હતી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક પાંચ જેટલા આરોપીને પકડી પાડ્યા હતા. જેમાં એક આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં બુટલેગર દુર્ગેશ સહિત પાંચેય આરોપીની ધરપકડ કરી પુણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More