Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં છે ગજબની રેસ્ટોરન્ટ! જ્યાં ટ્રેનથી ટેબલ પર પહોંચે છે જમવાનું, ડબ્બામાં ભરેલી હોય છે અલગ-અલગ વાનગી

Surat Toy Train Restaurant: હવે તમે વિચારી રહ્યા હશો કે રિયલમાં આવું રેસ્ટોરન્ટ આપણે જોયું નથી, તો આજે અહીં જોઈ લો. ગુજરાતના સુરત શહેરમાં આ રેસ્ટોરન્ટ તમને જોવા મળશે. જ્યાં એક નાની ટોય ટ્રેન ફૂડ પીરસતી ડાઈનિંગ ટેબલ પાસેથી પસાર થઈ રહી છે.

ગુજરાતમાં છે ગજબની રેસ્ટોરન્ટ! જ્યાં ટ્રેનથી ટેબલ પર પહોંચે છે જમવાનું, ડબ્બામાં ભરેલી હોય છે અલગ-અલગ વાનગી

ઝી મીડ્યા બ્યુરો: અત્યાર સુધી રેસ્ટોરન્ટના આ દ્રશ્યો તમે ફિલ્મોમાં જ જોયા હશે. જ્યાં એક ડાઈનિંગ ટેબલ પર લોકો બેઠા હોય છે અને વેઈટરની જગ્યાએ એક ટોય ટ્રેન ખાવાનું લઇને આવી રહી છે. જ્યારે આ ખરેખરમાં ગુજરાતમાં આવું એક રેસ્ટોરન્ટ આવેલું છે, જ્યાં ઓર્ડર આપ્યા બાદ ફૂડ વેઇટર નહીં પરંતુ ટોય ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો તેમના મનપસંદ ફૂડનો ઓર્ડર આપે છે અને ત્યારબાદ આ ફૂડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ દ્વારા ટોય ટ્રેન તેમનું ફૂડ તેમના ટેબલ સુધી પહોંચાડે છે.

શું તમે જોયું આ 'ટ્રેનિયન એક્સપ્રેસ'
હવે તમે વિચારી રહ્યા હશો કે રિયલમાં આવું રેસ્ટોરન્ટ આપણે જોયું નથી, તો આજે અહીં જોઈ લો. ગુજરાતના સુરત શહેરમાં આ રેસ્ટોરન્ટ તમને જોવા મળશે. જ્યાં એક નાની ટોય ટ્રેન ફૂડ પીરસતી ડાઈનિંગ ટેબલ પાસેથી પસાર થઈ રહી છે. આ ટ્રેન થીમવાળા રેસ્ટોરન્ટનું નામ 'ટ્રેનિયન એક્સપ્રેસ' છે. ટ્રેનિયન એક્સપ્રેસ રેસ્ટોરન્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં કોઈપણ માનવ હસ્તક્ષેપ વગર રસોડામાં તૈયાર થયેલું ફૂડ ટ્રેન દ્વારા સીધુ ડાઇનિંગ ટેબલ સુધી પહોંચાડવામાં આવે છે. આ ટ્રેનના અલગ-અલગ ડબ્બામાં રોટલી, ભાત, કઢી, પાપડ વગેરે લોડ કરવામાં આવે છે.

ડબ્બામાં લોડ કરવામાં આવે છે રોટલી, ભાત, કઢી, પાપડ
આ રેસ્ટોરન્ટમાં ડાયનિંગ ટેબલના નામ પણ સુરત શહેરના અલગ-અલગ સ્ટેશનો પરથી રાખવામાં આવ્યા છે. જે મહેમાનોને સંપૂર્ણ રેલવે સ્ટેશનનો અહેસાસ કરાવે છે. આ રેસ્ટોરન્ટમાં આવેલી એક ગ્રાહક દેવ્યાની પટેલે જણાવ્યું હતું કે, અમે ઘણાં રેસ્ટોરન્ટમાં ગયા છીએ. જ્યાં વેઇટર દ્વારા ફૂડ પીરસવામાં આવે છે. પંરતુ આ રેસ્ટોરન્ટમાં ટ્રેન દ્વારા ફૂડ પીરસવામાં આવે છે. અમે આ નવા ટ્રેનનો આનંદ માણ્યો. ખાસ કરીને બાળકોને તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ રેસ્ટોરન્ટે અમારી ટ્રેન મુસાફરીની યાદો તાજી કરી દીધી છે.

નાનપણની યાદો થઈ તાજી
અન્ય એક ગ્રાહક ડિમ્પલ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે અહીંયા અમારા બાળપણમાં માણેલી ટ્રેનની એ ક્ષણોને ફરીથી જીવી. આ રેસ્ટોરન્ટે અમને અમારા બાળકોને તે લાંબી ટ્રેન યાત્રાઓ વિશે જણાવવાની તક આપી છે જે અમે નાનપણમાં કરી હતી.

અમારું રેસ્ટોરન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર
રેસ્ટોરન્ટના માલિક મુકેશ ચૌધરીનું કહેવું છે કે, આ ટ્રેન વીજળીથી ચાલે છે. જેવું ફૂડ તૈયાર થાય ત્યારબાદ તેને ટ્રેનમાં લોડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ખાસ ટેબલ પર મોકલવામાં આવે છે. જેના રિંગ રોડ, આલથન, વરાછા જેવા અલગ-અલગ સ્ટેશનોના નામ આપવામાં આવ્યા છે. આ ટ્રેનથી અમારું રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દરેક લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More