Home> Gujarat
Advertisement
Prev
Next

Surat ના મેયર હેમાલી બોધાવાલા સહિત કુલ 750 દર્દી કોરોના પોઝિટિવ, સ્થિતી ગંભીર

  સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ બની છે. આજે ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાયા હતા જે પૈકીના 60 ટકા જેટલા એટલે કે 760 દર્દીઓ તો માત્ર સુરતમાં જ નોંધાયા હતા .સુરત કોર્પોરેશ વિસ્તારમાં 607 અને જિલ્લામાં 153 દર્દીઓ નોંધાયા હતા. 

Surat ના મેયર હેમાલી બોધાવાલા સહિત કુલ 750 દર્દી કોરોના પોઝિટિવ, સ્થિતી ગંભીર

સુરત :  સમગ્ર દેશમાં કોરોના વેક્સિનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ બની છે. આજે ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2276 કેસ નોંધાયા હતા જે પૈકીના 60 ટકા જેટલા એટલે કે 760 દર્દીઓ તો માત્ર સુરતમાં જ નોંધાયા હતા .સુરત કોર્પોરેશ વિસ્તારમાં 607 અને જિલ્લામાં 153 દર્દીઓ નોંધાયા હતા. 

Rajkot: યુવાનોને રેલવેમાં નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી

તો બીજી તરફ હાલમાં જ પુરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવાચૂંટાયેલા સુરતનાં મેયર હેમાલી બોધાલાવા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોના જેવા લક્ષણ અનુભવાતા રેપીડ ટેસ્ટ કરાયો હતો. જો કે આ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેઓ હોમ ક્વોરન્ટાઇ થયા હતા. 

અનોખો વિકાસ! ગુજરાતની અનોખી યુનિવર્સિટી જ્યાં પરીક્ષામાં કંઇ જ ન લખો તો પાસ થાઓ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સૌથી સ્ફોટક સ્થિતી સુરતમાં જ છે તેવામાં તેઓએ જ માસ્ક નહી પહેરનારને દંડ નહી કરવાનો વિવાદિત નિર્ણય લીધો હતો. જો કે પોલીસ કમિશ્નર દ્વારા આ અંગે બીજા દિવસે જ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોરોના કાળમાં માસ્ક નહી પહેરનાર પાસેથી દંડ વસુલવામાં આવશે. માસ્ક મુદ્દે કોઇ જ ઢીલાઇ આપવામાં આવશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More