Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના શિક્ષકની ઈતિહાસ ભણાવવાની અનોખી ટેકનિક, 500 વર્ષ જૂના સિક્કાના લીધો સહારો

વાંસદા તાલુકામાં આવેલી કેલીયા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસ અનોખી રીતે ભણાવે છે. તેમણે ઈસ 500થી 2024 સુધીના દેશ-વિદેશના ચલણી સિક્કાઓનું કલેક્શન કર્યું છે. હાલ તેમની પાસે 362 જેટલા દુર્લભ સિક્કાઓ છે.

ગુજરાતના શિક્ષકની ઈતિહાસ ભણાવવાની અનોખી ટેકનિક, 500 વર્ષ જૂના સિક્કાના લીધો સહારો

ધવલ પરીખ/નવસારી: ક્યારેક સંગ્રહેલો સાપ પણ કામનો... આ કહેવત નવસારીના વાંસદાના કેલીયા પ્રાથમિક શાળાના સમાજ વિજ્ઞાનના શિક્ષકે સાચી ઠેરવી છે. શિક્ષકે ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓને ઈતિહાસના રજવાડા, આક્રાન્તાઓ, વિદેશી સત્તાઓ અને આઝાદી સહિતના વિભિન્ન કાળખંડને સમજાવવા પોતાના પ્રાચીન, ઐતિહાસિક સિક્કા સંગ્રહિત કરવાના શોખને કામે લગાડ્યો અને વિદ્યાર્થીઓને ઈતિહાસને સમજવામાં સરળતા થઇ રહી છે.

મોટા સમાચાર: નવા બે દિગ્ગજોને ભાજપ આપી શકે છે રાજ્યસભામાં સ્થાન, 14મીએ જાહેરાત

જીવનમાં કામના વિચાર અને વસ્તુઓનો સંગ્રહ ઘણીવાર ફાયદાકારક સાબિત થાય છે. નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદાના અંતરિયાળ ગામડાઓમાંના એક કેલીયા ગામની પ્રાથમિક શાળાના સમાજ વિજ્ઞાન વિષયના શિક્ષક અને આચાર્ય હેમંત પટેલ ધોરણ 6 થી 8 નાં બાળકોને ઈતિહાસમાં આવતા પ્રાચીન અને ઐતિહાસિક સમયના પાઠોને સમજાવતા, પણ બાળકો ઇતિહસ ભણવામાં ગોઠા ખાઈ જતા હતા. દરમિયાન આદિવાસી પંથકમાં પીઢી ડર પીઢીથી લોકો જુના, પ્રાચીન અને ઐતિહાસિક સિક્કાઓ પોટલીમાં સંગ્રહિત રાખે છે. જેની જાણ થતા શિક્ષક હેમંત પટેલ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમણે એ સિક્કાઓ જોવાની ઉત્કંઠા વ્યક્ત કરી હતી. 

હવે ઈન બીન ને તીન: કોંગ્રેસનો 'શક્તિ' પણ ફેલ, ભાજપના બુલડોઝર નીચે કચ્ચરઘાણ નીકળશે

શિક્ષકને આદિવાસીઓનો સાથ મળ્યો અને તેમણે સિક્કાઓ જોયા તો પ્રાચીન કાળથી લઇ વિવિધ રજવાડા, ભારત પર આક્રમણ કરીને પોતાની સત્તા સ્થાપનારા મુઘલોથી લઇ બ્રિટીશ, પોર્ટૂગીઝ સહિતના કાળથી લઇ આઝાદીથી અત્યાર સુધીના સિક્કાઓ હતા. જેથી શિક્ષક હેમંત પટેલે અલગ અલગ ગામોના આદિવાસીઓને વિનંતી કરીને એક કે બે સિક્કા મેળવ્યા અને ધીરે ધીરે તેમણે 362 સિક્કાઓ સંગ્રહિત કરી લીધા હતા. 

મોદીને ભાવે છે સૌરાષ્ટ્રના આ ગાંઠિયા: અફસોસ વ્યક્ત કર્યો રાજકોટ હવે ક્યાં બોલાવે છે

શિક્ષક હેમંત પાસે ચાંદી, કાંસા, તાંબા, મિશ્ર ધાતુના તેમજ હડપ્પીયન સંસ્કૃતિ, ગઢૈયા રાજ, કચ્છ, મારવાડ, શિવાજી, સિંધિયા, ભોંસલે, પેશ્વા, હોલકર, ચાંગદેવ, ટીપુ સુલ્તાન, મુઘલ, બ્રિટિશ, પોર્ટુગીઝ, આઝાદી કાળથી લઈ અત્યાર સુધીના અલગ અલગ આકાર, વજનના સિક્કાઓ છે. જેની સાથે હેમંતે જુદા જુદા દેશોની કરંસી નોટ પણ સંગ્રહિત કરી છે.

આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય નહીં ભૂલે! કેવું છે BAPSનું આ સ્વામિનારાયણ મંદિર?

કેલીયા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના 72 વિદ્યાર્થીઓને સમાજ વિજ્ઞાન ભણાવવામાં શિક્ષક હેમંત પટેલને થોડી મુશ્કેલી આવતી હતી. ત્યારે એમણે મનોવૈજ્ઞાનિક રીતે, જેતે કાળખંડ સંબંધી વસ્તુઓને પ્રત્યક્ષ જોઈને સમજવાનો પ્રયાસ, ભુતકાળને સમજવામાં સરળ થઇ જાય છે. જેથી શિક્ષક હેમંત પટેલે પોતાના વિદ્યાર્થીઓને ઈતિહાસ ભણાવવા પોતાના શોખને કામે લગાડ્યો અને સંગ્રહિત કરેલા સિક્કાઓ બાળકોને તેમના હાથોમાં આપી, પ્રાચીન અને ઐતિહાસિક કાર્યકાળ સમાજવાનો પ્રયાસ કર્યો. જેમાં હેમંતને સફળતા મળી, કારણ હાથમાં પકડીને વિદ્યાર્થીઓ જેતે કાળના ચિત્રો, રાજવાડાના ધ્વજ, પ્રતિક વગેરે થકી છાપકામની પધ્ધતિ, જેમાં પણ હાથે બનાવેલા અને મશીનથી બનાવેલા સિક્કાઓ થકી વિદ્યાર્થીઓ સહેલાઇથી વિષયને સમજી શક્યા. સાથે જ તેમની કલ્પના શક્તિમાં પણ વધારો થયો અને તેની અસર વિષયના પરિણામમાં પણ જોવા મળી છે.

VIDEO:રૂપાલા કો ગુસ્સા ક્યૂં આયા! BJPના મંત્રીની ગર્જનાથી સંસદમાં કંપી ગયું કોંગ્રેસ

માણસની સંગ્રહ કરવાની વૃત્તિ ઘણીવાર નુકશાનકારક સાબિત થાય છે. પણ શિક્ષક હેમંત પટેલનો પ્રાચીન અને ઐતિહાસિક સિક્કા સંગ્રહ કરવાનો શોખ તેમના કરિયરમાં તેમની કાર્યદક્ષતા વધારવામાં ઉપયોગી બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More