Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં હવે ફોરેન જેવી ઝાકમઝોળ! ST ડેપો પર ટિકિટ માટે લાઈનની ઝંઝટ ખતમ! મુસાફરો જાતે જ કરશે બધું!

અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતે વિશેષ સુવિધા વાળું કિઓસ્ક મુકવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને મુસાફરોને ટિકિટ વિન્ડોની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ કિઓસ્ક પણ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશની જેમ કામ કરે છે.

અમદાવાદમાં હવે ફોરેન જેવી ઝાકમઝોળ! ST ડેપો પર ટિકિટ માટે લાઈનની ઝંઝટ ખતમ! મુસાફરો જાતે જ કરશે બધું!

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. મુસાફરોની સુવિધા માટે ગુજરાત એસટી બસ નિગમે નવો પ્રયોગ કર્યો છે. અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતે વિશેષ સુવિધા વાળું કિઓસ્ક મુકવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને મુસાફરોને ટિકિટ વિન્ડોની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ કિઓસ્ક પણ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશની જેમ કામ કરે છે. મુસાફરો ઓનલાઈન ટિકિટ મળવી શકે છે. 

આ આગાહીને અવગણતા નહીં, નવા વર્ષની શરૂઆતમાં જ છે મોટો ખતરો! અંબાલાલ પટેલની મોટી આગાહી

નોંધનીય છે કે, અગાઉ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટથી ચૂકવણીની શરૂઆત કરાઈ હતી. હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે રોકડાની ઝંઝટ નહીં રહે. UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે બસમા બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકશે. કારણ કે ST બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે. હવે આ દિશામાં વધુ એક કદમ એસટી ડેપોએ ભર્યું છે. 

ફ્લૂ જેવા 'ખતરનાક' છે Covid-19 JN.1 Variantના લક્ષણો; આ 10 ઉપાયો અજમાવી લેજો...

ગીતા મંદિર એસટી ડેપો ખાતે વિશેષ સુવિધા વાળું કિઓસ્ક મુકવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરી મુસાફરોને ટિકિટ વિન્ડોની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ કિઓસ્ક પણ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશની જેમ કામ કરે છે. મુસાફરો ઓનલાઈન ટિકિટ મળવી શકે છે. 

ગુજરાતના ધારાસભ્ય શૈલેષ મહેતાનું પેટ્રોલ પંપ પણ સુરક્ષિત નથી, રાત્રે થયો મોટો કાંડ!

રાજ્યમાં એસટી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધ્યું છે. છેલ્લા કેટલાક સમયથી એસજી બસને ડિજીટલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે આખરે એસટીમાં ડિજીટલ પેમેન્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે. બસમાં પણ POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે. POS મશીનમાં QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે. જોકે, બસ મુસાફરો ડિજિટલ પેમેન્ટની સાથે રોકડા રૂપિયા આપીને પણ ટિકિટ ખરીદી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More