Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બોગસ વિઝા બનાવાનું કરોડોનું કૌભાંડ

શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી બોગસ વિઝા બનાવી આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા ગેંગના બે સભ્યોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના અલકાપુરી સંપતરાવ કોલોનીમાં બી આર કન્સલટન્સી નામની ઓફિસ ખોલી મહેશ રબારી કેનેડા જવા માંગતા લોકોને વિઝા અપાવવાની લાલચ આપતો હતો. 
 

વડોદરા: વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બોગસ વિઝા બનાવાનું કરોડોનું કૌભાંડ

રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી બોગસ વિઝા બનાવી આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા ગેંગના બે સભ્યોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના અલકાપુરી સંપતરાવ કોલોનીમાં બી આર કન્સલટન્સી નામની ઓફિસ ખોલી મહેશ રબારી કેનેડા જવા માંગતા લોકોને વિઝા અપાવવાની લાલચ આપતો હતો. 

વડોદરા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી અંદાજિત 150 જેટલા લોકોએ વિઝા બનાવવા માટે મહેશ રબારીને કામ સોપ્યું હતું. જેમાં મહેશ રબારી અને અમદાવાદનો ચિરાગ ભટ્ટ લોકો પાસેથી નોન રિફંડેબલ 25 હજાર રૂપિયા લઈ ઈ.ટી.એના સ્ટીકર લગાવી આપતો હતો. ત્યારબાદ દિલ્હીનો ભેજાબાજ વિકાસ શર્મા વિઝાનું સ્ટીકર લગાવી આપતો હતો. જે બાદ આરોપીએ ગ્રાહકો પાસેથી વધુ 2 થી 5 લાખ પડાવતા હતા.

fallbacks

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની કચ્છ અને નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર

પોલીસને માહિતી મળતા પોલીસે આરોપી મહેશ રબારી અને ચિરાગ ભટ્ટની ધરપકડ કરી કડક પૂછપરછ કરી જેમાં આરોપીઓએ 150 જેટલા લોકોને બોગસ વિઝા આપી અંદાજિત 5 કરોડની છેતરપીડી કરી હોવાની કબુલાત કરી હતી. મહત્વની વાત છે કે એસઓજી પોલીસે વિઝા અંગે કેનેડા એમ્બસીમાં તપાસ કરતા ખોટા હોવાનું સામે આવ્યું છે.

 

પોલીસે 25 પાસપોર્ટ જપ્ત કર્યા છે અને વોન્ટેડ આરોપી વિકાસ શર્માને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ શર્મા પકડાયા બાદ વિઝાના સ્ટીકરો કયાંથી અને કેવી રીતે તે મેળવતો હતો તેનો ખુલાસો થશે. અને આ કૌભાંડમાં હજી મોટા માથાના નામ ખુલે તેવી સંભાવનાઓ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More