Home> Gujarat
Advertisement
Prev
Next

દેશના GDPમાં ગુજરાતના 8.36 ટકા યોગદાનને 10 ટકા સુધી લઇ જવાનો રોડમેપ તૈયાર!

ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ 27 મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના વ્યૂહાત્મક સંવર્ધન તેમજ નોલેજ શેરીંગ માટે આ કોલેજમાં દર વર્ષે રિફ્રેશર અભ્યાસ કોર્સ યોજવામાં આવે છે.

દેશના GDPમાં ગુજરાતના 8.36 ટકા યોગદાનને 10 ટકા સુધી લઇ જવાનો રોડમેપ તૈયાર!

ઝી ન્યૂઝ/ગાંધીનગર: નેશનલ ડિફેન્સ કોલેજ NDC, નવી દિલ્હીના 17 જેટલા અધિકારીઓએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. નેશનલ ડિફેન્સ કોલેજ પાછલા 6 દાયકાથી એપેક્ષ ઇન્સ્ટીટયુટ તરીકે કાર્યરત છે અને નેશનલ સિક્યુરિટી તથા પોલિસી મેકીંગના અભ્યાસ માટે વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવે છે. 

ધો. 10ના પ્રથમ પેપર ગુજરાતીમાં જ બોર્ડે ભાંગરો વાટ્યો: મૂળ પંક્તિના રચનાકારને જ બદલી

ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ 27 મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના વ્યૂહાત્મક સંવર્ધન તેમજ નોલેજ શેરીંગ માટે આ કોલેજમાં દર વર્ષે રિફ્રેશર અભ્યાસ કોર્સ યોજવામાં આવે છે. આ અભ્યાસ દરમ્યાન અલગ-અલગ સાત જૂથમાં તાલીમાર્થીઓ જુદા-જુદા રાજ્યોની મુલાકાત લીધી છે.

ગુજરાતમાં ફરી કોરોના 'તાંડવ' કરશે! ધીરે ધીરે વાયરસ થઈ રહ્યો છે ઘાતક, જાણો આજનો કેસ

તદઅનુસાર, NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીર ના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવેલું છે. આ જૂથમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ઓમાન, નાઇઝીરીયા અને મોરેશિયસ રાષ્ટ્રોના અધિકારીઓ પણ સહભાગી થયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સર્વગ્રાહી, સર્વસમાવેશી વિકાસથી દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેના પાયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ છે તેવો સ્પષ્ટ મત આ જૂથ સમક્ષ વ્યક્ત કર્યો હતો. 

અનૈતિક સબંધની શંકાએ યુવકને જિંદગીથી હાથ ધોવા પડ્યા, દર્દનાક રીતે મળ્યું મોત

તેમણે આ તાલીમી અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ વિઝન આપ્યું અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો તેમ હવે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આખો વિકાસની તેજ રફતારથી આગળ વધ્યો છે. 

પેટ્રોલ-ડીઝલે કરાવી ગુજરાત સરકારને જોરદાર કમાણી, ખજાનામાં આવ્યા હજારો કરોડો રૂપિયા

ગુજરાતના સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન, અમૃતકાળમાં લોકોને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ, શિક્ષણ, આરોગ્ય, પાણી, લાઇટ, આદિજાતિ વિકાસ, આદિજાતિ યુવાઓને મેડીકલ એજ્યુકેશન સહિતની સુવિધાઓ વિકસીત રાષ્ટ્રો-રાજ્યોના પેરામિટર્સ મુજબ અપાય છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. આ તાલીમી અધિકારીઓએ પણ મુખ્યમંત્રી સાથે ગુજરાતના વિકાસ વિઝનના વિવિધ પાસાંઓ અંગે પ્રશ્નોત્તરી રૂપે રસપ્રદ સંવાદ કર્યો હતો.

Swift Wagon R Alto નું કોઈ ભાવ પણ પૂછતું નથી! બધા આ એક જ કારના દિવાના,કિંમત 6.56 લાખ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે, ગુજરાત દેશના GDPમાં 8.36 ટકા જેટલું યોગદાન આપે છે તે વધારીને 10 ટકા એ પહોંચાડવાનો રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ, ભરોસો અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વધ્યા છે. નાનામાં નાના, છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે. ગુજરાતમાં પણ એ જ કાર્યપદ્ધતિથી તેમની સરકાર કાર્યરત છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી:આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો,આ જિલ્લાઓમાં હવે ધબધબાટી

NDCના તાલીમી અધિકારીઓએ સુદ્રઢ કોસ્ટલ સિક્યુરિટી, એકતા અને સહયોગ, આગવી ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રોમાં ગુજરાતની પ્રતિષ્ઠાની પ્રસંશા કરી હતી. આ તાલીમી અધિકારીઓ 17મી માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે તે દરમ્યાન તેમણે બાયસેગ અને ગિફટ સિટીની મુલાકાત લીધી છે. અમૂલ ડેરી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેઓ લેવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More