Home> Gujarat
Advertisement
Prev
Next

ગુરુ અને શિષ્યાનો સંબંધ થયો તાર તાર, હવસ સંતોષવા શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી અને પછી...

અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટયુશનના આવતી એક સગીર વિધાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી અને તેને ધાક ધમકી ઓ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો.

ગુરુ અને શિષ્યાનો સંબંધ થયો તાર તાર, હવસ સંતોષવા શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી અને પછી...

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એક ગુરુએ તેની શિષ્ય પર બળાત્કાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. જોકે સગીરા એ ટ્યુશન છોડી દીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન પણ કરતો હતો. જોકે સમગ્ર મામલો સામે આવતા સગીરા નાં પરિવાર દ્વારા પોલીસના ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે.

રૂવાડા ઉભા કરી દે તેવી આગાહી! આ જિલ્લાઓમાં થશે બારેમેઘ ખાંગા, ત્રીજો રાઉન્ડ ભૂક્કા

એક શિક્ષકનું કામ શિષ્યોને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટયુશનના આવતી એક સગીર વિધાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી અને તેને ધાક ધમકી ઓ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો. પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી.

Video જોવાનું ના ચૂકતા: સરકારી બસોનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ, પણ શાળાએ બાળકોને.

દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીર વયની વિદ્યાર્થીની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમાર ના ટયુશનના જતી હતી તે દરમિયાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ઘરે રોકી રાખતો હતો. 

ગુજરાતના કચ્છમાં આવ્યો ભૂકંપ : જુલાઈમાં બીજી વખત ધરતી ધ્રૂજી, જાણો તીવ્રતા

જે બાદ સગીરાને ધાક ધમકી ઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો. જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડી દીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરે થી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો. 

Video: દરેક ભારતીય માટે ગર્વની પળ, ચંદ્ર તરફ સફળતાપૂર્વક રવાના થયું આપણું ચંદ્રયાન-3

એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોંચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલ ને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરા નાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સુનીલ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચંદ્રયાન-3 ને લીડ કરનાર આ મહિલા સ્પેસ સાયન્ટિસ્ટ વિશે જાણો, 'રોકેટ વુમન' નામથી મશહૂર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More