Home> Gujarat
Advertisement
Prev
Next

જેતપુરમાં મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રાંતીય યુવકો દબાયા; તંત્ર હજુ કુંભકરણની નિદ્રામાં પોઢ્યું!

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વધુ એક કાચુ મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભોજાધારમાં મકાન ધરાશાયી થતાં 6 જેટલા પરપ્રાંતીય મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.

જેતપુરમાં મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રાંતીય યુવકો દબાયા; તંત્ર હજુ કુંભકરણની નિદ્રામાં પોઢ્યું!

ઝી બ્યુરો/જેતપુર: ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રતિય શ્રમિકો દટાયા હતા. મળતી માહિતી મુજબ તંત્ર પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા તમામ છ વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. 

સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18ના મોત

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘણા મકાનો જર્જરીત હાલતમાં છે જેની જાણ તંત્રને પણ છે. અહીં નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોસ માનવામાં આવ્યો હતો. હવે તેનું પરિણામ જોવાનો વારો તંત્રને આવ્યો છે. અહીં ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધરાસાઈ થવાની ઘટના બની છે. જેમાં 6 જેટલા લોકો દબાયા હતા જેમને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસ એમ્બયુલન્સ સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ 6 પરપ્રતિયા શ્રમિકોમાંથી 5 શ્રમિકોને વધુ સારવાર અર્થ રાજકોટ ખસેડાયા હતા. જ્યારે 1 શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારત પરત ફરશે આ 6 ખેલાડીઓ, T20 સિરીઝમાં નહીં જોવા મળશે

જેતપુરમાં થોડા દિવસ પહેલા પણ ચાર મકાનો ધરાસાઈ થયા હતા. તેમ છતાં હજુ પણ તંત્ર કુંભકરણની જેમ નિદ્રામાં જ પોઢ્યું છે.

ગુજરાતમાં 5300 નોકરીની તકો ઉભી થશે! જાણો સરકારે કયા સેક્ટરમાં દ્વાર ખોલ્યા? કઈ રીતે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More