Home> Gujarat
Advertisement
Prev
Next

મન ફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે: ગૃહ રાજ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલના તાત્કલિક નિર્દેશથી રાજ્યમાં શરુ થયેલી આ મેગાડ્રાઈવથી વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.

મન ફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે: ગૃહ રાજ્યમંત્રી

ઝી બ્યૂરો/અમદાવાદ: ગુજરાતમાં વ્યાજખોરીના દુષણને ડામવા તેમજ વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગયેલા મજબૂર અને જરૂરિયાતમંદ લોકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકારે ચિંતા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવી છે, તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલના તાત્કલિક નિર્દેશથી રાજ્યમાં શરુ થયેલી આ મેગાડ્રાઈવથી વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.

રેવ પાર્ટીમાં ગંદુ કામઃ એવી હાલતમાં મળ્યા છોકરા-છોકરીઓ કે પોલીસવાળા પણ શરમાઈ ગયા

વિધાનસભા ગૃહ ખાતે વ્યાજખોરો સામેની ઝુંબેશ અને રાજ્યમાં યોજતા લોકદરબાર અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહરાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 05-01-2023થી શરૂ થયેલી અનધિકૃત વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશના પરિણામે રાજ્યના અનેક નાગરીકો વ્યજખોરીના ચક્કરમાંથી બહાર આવ્યા છે. વધુમાં વધુ લોકોને વ્યાજ અને વ્યાજખોરોના બોજમાંથી બહાર લાવી શકાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં અત્યારસુધીમાં 3500 જેટલા લોકદરબાર યોજાયા છે.

રાહુલ ગાંધી પાસે ફક્ત આ વિકલ્પો : સજા પર સ્ટેથી નહીં ચાલે કામ, વાયનાડ ગુમાવશે કે..

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રજા પોલીસ સુધી પહોંચે તે પહેલા લોકદરબારો થકી ગુજરાત પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રજાના દ્વાર સુધી પહોંચી તેમને ન્યાય અપાવી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લામાં જ અત્યારસુધીમાં કુલ 174 લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં 14,260 નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસના 1692 અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા છે. નવસારી જિલ્લામાં પણ અત્યારસુધીમાં 14 લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં પોલીસના 205 અધિકારીઓએ 1708 જેટલા નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર

અંતમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે લોકદરબારો થકી આવેલા મોટાભાગના પ્રશ્નોને સ્થળ પર જ ન્યાય અપાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે લોનમેળાનું આયોજન કરીને વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને સહાય અને લાભ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More