Home> Gujarat
Advertisement
Prev
Next

શરમ કરો, વહુ કોઈની દીકરી છે: સસરા લાફા મારતા, પતિ બચકાં ભરતો, સાસું ગીઝર બંધ કરી દેતી

વહુને સસરા લાફા મારતા અને પતિ બચકાં ભરતો હતો. વહુ ન્હાવા જાય તો સાસું ગીઝર બંધ કરી દેતી હતી.યુવતીની સાસુ તહેવારમાં ચાંદીના વાસણો, મોંઘી સાડી અને કવરો પિયર માંથી લઇ આવવા દબાણ કરતી હતી. જેથી કંટાળી આખરે પરિણીતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા છે. 

શરમ કરો, વહુ કોઈની દીકરી છે: સસરા લાફા મારતા, પતિ બચકાં ભરતો, સાસું ગીઝર બંધ કરી દેતી

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદની એક પરિણીતાએ સાસરિયાંના ત્રાસ સામે ફરિયાદ દાખલ કરી છે. વહુને સસરા લાફા મારતા અને પતિ બચકાં ભરતો હતો. વહુ ન્હાવા જાય તો સાસું ગીઝર બંધ કરી દેતી હતી.યુવતીની સાસુ તહેવારમાં ચાંદીના વાસણો, મોંઘી સાડી અને કવરો પિયર માંથી લઇ આવવા દબાણ કરતી હતી. જેથી કંટાળી આખરે પરિણીતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા છે. 

મોકો ચૂકતા નહીં! આ 3 દિવસ CMને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકશો, 850 વસ્તુઓનું આકર્ષણ

અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મારું નામ કાવ્યાબેન (નામ બદલેલ છે) છે અને ઘાટલોડીયા અમદાવાદમાં રહું છે અને રૂબરૂમાં આવી મારી ફરિયાદ હકિકત લખાવું છુ કે હું હાલના ઉપર બતાવેલ સરનામે મારા પતિ તથા સાસુ નામે હેતલબેન ઉ.વ.૪૩ તથા સસરા નામે ગૌતમભાઈ ઉ.વ.૪૮ ની સાથે રહું છું અને કે.કે.નગરની એક સ્કૂલમાં છેલ્લા બે મહિનાથી ટીચર તરીકે નોકરી કરૂ છું. મારા પતિ ઘાટલોડીયા ખાતે એક મેડીકલ સ્ટોર્સ ધરાવે છે. મારો સ્કુલનો ટાઇમ સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો છે અને મારા લગ્ન તા-૨૧/૦૨/૨૦૨૨ ના રોજ સમાજના રીતરીવાજ મુજબ ગૌતમભાઇ કરશનભાઇ પટેલના દિકરા નામે શાન સાથે થયા હતા. અને લગ્ન બાદ હું મારા પતિ સાથે મારી સાસરીમાં જ રહેવા લાગી હતી.

વડનગરમા 2800 વર્ષ જૂની વસાહતો મળી! 7 વર્ષથી ચાલતુ ખોદકામ, આટલાં વર્ષ કઈ રીતે ટક્યું?

મારા લગ્ન બાદ હું મારી સાસરી ખાતે હતી ત્યારે લગ્નના બે મહિના બાદ મારા સાસુએ મને જણાવેલ કે અમે તારા પપ્પાના ઘરે મારા દિકરાની જાન લઇને આવેલા ત્યારે અમોને જમ્યા પહેલાં કાજુ બદામ કે જ્યુસ આપેલ નહિ. તેમ કહી મારી સાથે બોલાચાલી કરી હતી. જેથી મે જણાવેલ કે કે તમારે મને જે કહેવું હોય તે કહો પણ મારા પિયરીયાઓને કંઇ ના કહેશો જેથી મારા પતિ મારી ઉપર ઉશકેરાઈ ગયેલ અને મને ગાલ ઉપર બે લાફા મારી દીધા હતા. આ બાબતે મારા માતા પિતાને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા. 

આદિવાસી ખૂન ક્યારેય વેચાતું નથી, હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો છું: કાંતિ ખરાડી

મારા માતા-પિતાએ મને મારા પતિના ઘરે રહેવા સમજાવેલ હતી અને લગ્નના છ માસ બાદ પણ મારે મારા પતિ તેમજ સાસુ સસરા સાથે અવાર નવાર બોલાચાલી ઝ ગડો થતો હતો પરંતુ મને મારા માતા-પિતાએ સાસરીમાં રહેવા જણાવેલ હોય જેથી હું આ બાબતે કોઇને કંઇ કહેતી ન હ તી અને ત્યારબાદ પણ તા-૧૫/૦૪/૨૦૨૩ ના રોજ મે મારા દિયર નામે ધ્વનિલ નાઓનું એક્ટીવા લઈ ઘરની બહાર કામથી ગયેલ હોય અને પરત આવી ચાવી ઘરમાં મુકી હતી.

એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ; પ્રેમિકાની હત્યા કરી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

જેથી મારા દિયર ધ્વનિલે જણાવેલ કે મારી ચાવીનું કીચન તુટેલું છે જે બાબતે મારા પતિએ તે ધ્વનિલની એક્ટીવાની ચાવીનું કીચન કેમ તોડી નાખ્યું છે તેમ કહી મારી સાથે બોલાચાલી કરી હતી. આ સિવાય મારા પતિ તેમજ મારા સસરાએ મને ઝાપટો મારી ગડદા પાટુનો માર માર્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩ માં પણ મારા પતિએ મને પાણીનો નળ ચાલુ કેમ કરી આપેલો નથી તેમ કહી મારી સાથે બોલાચાલી ઝગડો કરી મને બિભત્સ ગાળો બોલી ગડદા પાટુનો માર મારેલ તેમજ મને ડાબા હાથે મોઢાથી બે ત્રણ બચકા ભરી લીધા હતા અને મને મારા પતિએ મારા માતા-પિતાના ઘરે મુકી ગયેલા અને હું બે મહિના મારા માતા-પિતાના ઘરે રહી હતી. 

અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના; 5 વર્ષીય બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતા ખબર પડી કે

બાદમાં મારા પિતા મને સમજાવીને ફરી સાસરિમાં મૂકી ગયા હતા. આમ છતાં તે લોકોએ ત્રાસ ગુજારવાનો ઓછો કર્યો ન હતો. મારી સાસુએ મને જણાવેલ કે તારા મમ્મીના પરથી ચાંદીના જમવાના વાસણો તેમજ પહેરવા માટેની મોંઘી સાડીઓ તેમજ તહેવારે આપવા માટેના કવરો તારે તારા માતા-પિતાના ઘરેથી લઈને આવ તેમ કહી મારી પાસે દહેજની માગણી કરી મને મહેણા ટોણાં માર્યા હતા.

બાળકની બલી કે હત્યા? આંતરડા અને પેટથી નીચેનો ભાગ મળ્યા બાદ ખોપરી મળી, અન્ય અંગ શોધવા

તા-૧૪/૦૧/૨૦૨૪ ના રોજ ઉતરાણનો તહેવાર હોવાથી હું મારા સાસુ-સસરા તથા મારા પતિ તથા અમો ઘર પરીવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે બપોરની રસોઈ બનાવવા બાબતે મારા સાસુએ મને કહેતાં મે પણ મારા સાસુને કહેલ કે તમારે પણ મને રસોઈ બનાવવામાં મદદ કરવી પડશે જેથી મારા સાસુએ મને ના પાડેલ કે હું રસોઈ બનાવવામાં મદદ નહિ કરું ત્યારબાદ હું બાથરુમમાં નાહવા માટે ગઈ તો મારા સાસુએ ગીઝર બંધ કરી દેતા મારે ન્હાવામાં વાર લાગી હતી. જેથી મારા પતિ તથા મારા સાસુ-સસરા મારી ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈને બિભત્સ ગાળો બોલવા લાગેલ અને મારા પતિએ મને ધક્કો મારી મને ચોકડીમાં પાડી દિધેલી જેથી મને જમણા લમણાના ભાગે વાગેલું અને મારા પતિએ મને જમણા હાથના પંજા ઉપર બચકું ભરી લીધેલું અને મારા સસરાએ મને જમણા ગાલ ઉપર ત્રણ-ચાર ઝાપટ મારી હતી.

ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો શું છીનવાશે? આ રોગ બર્બાદ કરી નાંખશે રાયડાનો પાક 

આ સમયે સાસુએ મને વાળ પકડીને નીચે પાડી દીધેલી અને ત્યારબાદ મારા સસરા મને મારા માતા-પિતાના ઘરે મુકી ગયેલા અને મારા મમ્મીએ મને ઉમિયા સર્જીકલ હોસ્પીટલ નારણપુરા ખાતે સારવાર માટે લાવેલા છે તથા હાલમાં મારી સારવાર ચાલુ છે અને હુ સંપુર્ણ ભાનમાં છું અને આ મારા પતિ તથા સાસુ સસરાએ મને શારીરીક-માનસીક ત્રાસ આપેલ હોય તેમજ મારા પતિએ મને માર મારી બીભત્સ ગાળો બોલી હેરાન પરેશાન કરેલ હોય અને મારા માતાપિતાને સામાજીક રીતે સમાધાન માટે વાતચીત ચાલુ હોય જેથી જેતે વખતે ફરીયાદ કરવા માટે આવેલ નહી પરંતુ આ બાબતે મારે પોલીસ ફરીયાદ કરવાની હોય જેથી મારી મારા પતિ શાનભાઈ તથા મારા સાસુ હેતલબેન ગૌતમભાઈ પટેલ તથા સસ રા ગૌતમભાઈ પટેલ નાઓ વિરૂધ્ધમાં ધોરણસર તપાસ થવા મારી ફરીયાદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More