Home> Gujarat
Advertisement
Prev
Next

હળાહળ કળયુગ! સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના, 5 વર્ષની દીકરી સાથે...

સુરતમાં (SURAT) માત્ર પાંચ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.દારૂનો ધંધો કરનાર એક નરાધામે પાંચ વર્ષની માસૂમ બાળકીને સાથે દુષ્કર્મ કરતાં વિસ્તારમાં તેના સામે કડકથી કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

 હળાહળ કળયુગ! સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના, 5 વર્ષની દીકરી સાથે...
Updated: Jul 04, 2024, 03:24 PM IST

ઝી બ્યુરો/સુરત: સુરતમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સુરતમાં (SURAT) માત્ર પાંચ વર્ષથી બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.દારૂનો ધંધો કરનાર એક નરાધામે પાંચ વર્ષની માસૂમ બાળકીને સાથે દુષ્કર્મ કરતાં વિસ્તારમાં તેના સામે કડકથી કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

ઝેરી હવાથી દર વર્ષે દેશમાં 33 હજાર મોત, અમદાવાદનો આંકડો હલાવી દેશે છાતીના પાટીયા

સમગ્ર ઘટના એમ છે કે, બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા ત્યારે નરાધમ સુરેશ ગોસ્વામી બાળકીને બિસ્કીટ આપવાના બહાને બાળકીના દાદી પાસેથી લઈ ગયો હતો.નરાધમ બાળકીને બિસ્કીટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ બાળકીને સાથે દુષ્કર્મ આચર્યું હતુ. 

ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરો 

દાદી પાસેથી બાળકીને લઈ ગયા બાદ સમય પર પરત ન ફરતા દાદી અને અન્ય પાડોશીઓ બાળકીને શોધવા માટે ગયા તો લોકોએ કહ્યું કે બાળકીને અત્યારે સુરેશ ગોસ્વામી પોતાની સાથે તેના ઘર તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે બાળકીની દાદી અને પાડોશીઓ સુરેશ ગોસ્વામીના ઘરે ગયા તો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ સુરેશે દરવાજો ન ખોલ્યો તો દરવાજો તોડી અંદર ગયા ત્યારે તે અંદરના દૃશ્યો જોઈ સૌ કોઈ અચંભીત થઈ ગયા હતા. 

દાંતામાં આભ ફાટ્યું! 8 ઈંચ વરસાદથી આફત આવી, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
 
ત્યાર બાદ તાત્કાલિક પરિવાર અને પાડોશીઓ બાળકીને ઊંચકી ઘર બહાર લઈ ગયા અને સલમાન ઉર્ફે સુરેશ ગોસ્વામીને ત્યાં જ પકડી રાખ્યો હતો. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ 108 પર ફોન કરી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી જ્યારે બાળકી હોસ્પિટલ પહોંચી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી અને ડોક્ટર પણ આ તમામ દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા.જેથી તાત્કાલિક સારવાર અર્થે બાળકીને રૂમમાં લઈ ગયા હતા અને જે બાદ સારવાર ચાલુ કરી હતી. 

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ

હાલ તો બાળકી આઇસીયુમા જીવન મરણના ઝોલા ખાઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે