Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા ભારે પડી! સગીર યુવક કપલ બોક્સમાં લઈ ગયો અને પછી...

મેઘાણીનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓના નામ ઉર્વેશ સુથાર અને ચિરાગ પટેલ છે. જે બંને એક યુવતીને ધમકાવી તેના સંબંધોની પરિવારને જાણ કરવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

અમદાવાદની યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા ભારે પડી! સગીર યુવક કપલ બોક્સમાં લઈ ગયો અને પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદની એક યુવતીને સગીર યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે. સગીરે યુવતી સાથે શારીરિક અડપલા કરતા યુવતીએ તેની સાથેના સંબંધ તોડી દીધા. બાદમાં સગીરના મિત્રોએ યુવતીના પરિવારને જાણ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ફરિયાદ નોંધાતા મેઘાણીનગર પોલીસે એક સગીર સહિત બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દેશના અર્થતંત્રમાં ગુજરાતનો 10% હિસ્સાનો લક્ષ્યાંક, ભૂપેન્દ્ર પટેલનો માસ્ટરપ્લાન

મેઘાણીનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીઓના નામ ઉર્વેશ સુથાર અને ચિરાગ પટેલ છે. જે બંને એક યુવતીને ધમકાવી તેના સંબંધોની પરિવારને જાણ કરવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.સાથે જ યુવતી નો બળાત્કાર સમયનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરી એક વખત શારીરિક સંબંધની માંગ કરી હતી. જેથી યુવતીએ તમામ હકીકત તેના પરિવારજનોને જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જેથી પોલીસે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી.

fallbacks

પીએમ મોદીને ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલ પર કેમ છે આટલો ભરોસો, આ છે કારણો

બનાવની વાત કરીએ તો શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા થકી એક સગીર સાથે મિત્રતા કરી હતી. જે બાદ સગીર અને યુવતી નિકોલ ખાતે આવેલા કપલ બોક્સમાં ગયા હતા. જ્યાં સગીરે યુવતી સાથે શારીરિક અડપલા કરતા યુવતીએ તેની સાથેના સંબંધો કાપી સોશિયલ મીડિયા પર સગીરને બ્લોક કર્યો હતો. જે બાદ સગીરના બે મિત્રોએ યુવતીને ધમકાવી સગીર સાથેના તેના સંબંધોની પરિવારને જાણ કરવાની ધમકી આપી આરોપી ચિરાગના ઘરે લઈ જઈ તેની સાથે બંને મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો. અને ફરી વખત શારીરિક સંબંધની માંગ કરતા યુવતીએ તમામ હકીકત તેની માતા અને પરિવારજનોને જણાવી હતી.

આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન

મેઘાણીનગર પોલીસે યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે જ્યોતિના મિત્ર વિરુદ્ધ છેડતી અને તેના બે મિત્રો ચિરાગ પટેલ અને ઉર્વેશ સુથાર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં અન્ય કોઈ હકીકત અથવા વધુ શું નવા ખુલાસા થાય છે.

આણંદમાં લવજેહાદ! વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી અઢી વર્ષ સુધી માણ્યું શરીરસુખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More