Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પાટીદાર ખેડૂતે ઉગાડ્યો સોનાનો સુરજ! આ રીતે સરગવાની ખેતી કરી વર્ષે કમાય છે અધધ...!

ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે, મોટાભાગના ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી, કે ડુંગળી ની ખેતી કરતા હોય છે..

ગુજરાતના પાટીદાર ખેડૂતે ઉગાડ્યો સોનાનો સુરજ! આ રીતે સરગવાની ખેતી કરી વર્ષે કમાય છે અધધ...!

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના સીદસર ગામના ખેડૂત સરગવાની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. તેમણે 20 વીઘાની વાડીમાં સરગવાના વૃક્ષનું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘા દીઠ તેઓ 20 થી 50 હજારની આવક મેળવી રહ્યા છે, એટલે કે 20 વીઘાની વાડીમાં સરગવાની ખેતીમાંથી વર્ષે 5 થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.

તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

ભારત ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, ભાવનગર જિલ્લાના ખેડૂતો અનેક પ્રકારની ખેતી કરી રહ્યા છે, મોટાભાગના ખેડૂતો કપાસ, ઘઉં, બાજરી, મગફળી, કે ડુંગળી ની ખેતી કરતા હોય છે, તો સારી ફળદ્રુપ જમીન ધરાવતા ખેડૂતો બાગાયતી પાકો જેમાં જમરૂખ, દાડમ, કેળ, કેરી, અને સીતાફળની ખેતી કરતા હોય છે, જ્યારે ભાવનગર જિલ્લાના કેટલાક ખેડૂતો લાંબા ગાળે સારી આવક મેળવવા સરગવા ની ખેતી કરી રહ્યા છે.

fallbacks

અંલાલાલ પટેલે કરી વર્ષ 2023ની મોટી આગાહી! ગુજરાતમાં કાતિલ ઠંડીથી ક્યારે મળશે રાહત!

જિલ્લામાં આશરે 1000 થી 1200 હેક્ટરમાં સરગવા નું વાવેતર કરવામાં આવ્યું છે, સરગવાની શીંગ નું સરસ મજાનું ચટાકેદાર શાક તો બને જ છે એ ઉપરાંત સરગવો ઔષધીય ગુણોનો ભંડાર ગણાય છે, અનેક પ્રકારના રોગો માટે સરગવો વપરાય છે, કોરોનાકાળમાં તો ઘરે ઘરે સરગવાનું જ્યુસ જોવા મળતું હતું, સાંધાનો દુખાવો, સ્વાસ્થ્ય જાળવવા, તેમજ વધુ ચરબી ધરાવતા લોકો પણ સરગવા નો ઉપયોગ કરતા થયા છે.

fallbacks

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, કાચની મસ્જિદ નજીક શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટ

હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર વહેલી સવારે સરગવાનું જ્યુસ પીવા મળી જાય છે, આવા અનેક ઔષધીય ગુણોના કારણે સરગવો સારા ભાવે વેચાઇ રહ્યો છે, જેને લઇને ખેડૂતો સરગવાની ખેતી તરફ વળ્યા છે. ભાવનગરના સીદસર ગામના વિપુલભાઈ પટેલે પોતાની વાડીમાં સરગવાનું વાવેતર કર્યું છે, જે વાડીમાં 20 વીઘા સરગવાના વાવેતર થકી તેઓ સારી આવક મેળવી રહ્યા છે, તેમણે સરગવા ઉપરાંત ડુંગળીનું પણ વાવેતર કર્યું છે અને તેમાં પણ તેમને સારી આવક મળી રહી છે.

fallbacks

ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ

હાલ વાડીમાં સરગવાના વૃક્ષો પર સરગવાનો પુષ્કળ ફાલ લહેરાઈ રહ્યો છે. સારી સીઝન હોય તો સરગવાના વેચાણ થકી સારી આવક મળે છે એ મુજબ તેમની વાડીમાં વાવેલા સરગવામાં એક વીઘા દીઠ તેમને 50 થી 60 હજારની આવક થઈ રહી છે, એટલે કે વર્ષે તેઓ માત્ર સરગવાની ખેતી થકી 5 થી 10 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More