Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એક પરિવારે મહિલાને 22 વર્ષ સુધી ગોંધી રાખી, એનજીઓ વાળા પહોંચ્યા તો આપી ધમકી

સુરતના ઉધનામાં એક પરિવારે મહિલાને 1998થી ગોંધી રાખી છે. એક એનજીઓની મદદથી આ વિગત સામે આવી છે. આ મહિનાના પતિ અને બે પુત્રોએ તેમને ગોંધી રાખી છે. 

સુરતમાં એક પરિવારે મહિલાને 22 વર્ષ સુધી ગોંધી રાખી, એનજીઓ વાળા પહોંચ્યા તો આપી ધમકી

સુરતઃ સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના ઉધના વિસ્તારમાં એક પરિવારે 22 કરતા વધુ વર્ષથી મહિલાને ગોંધી રાખી હતી. પરિવારના સભ્યોએ 50 વર્ષ જેટલી ઉંમર ધરાવતા મહિલાને 1998થી ગોંધી રાખ્યા છે. વૃદ્ધા ખુબ જ દમનીય સ્થિતિમાં જોવા મળ્યાં છે. એક એનજીઓને ખબર પડતા તેના સ્વયંસેવકો આ મહિલાને મુક્ત કરવા પહોંચ્યા હતા. 

સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના
આ પરિવાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી-1માં રહે છે. અહીં એક પરિવારે મહિલાને 22 કરતા વધુ વર્ષથી ગોંધી રાખી છે. ન તેમને જમવાનું આપવામાં આવે છે કે તેમનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. આ વૃદ્ધા તેમના પતિ અને બે સંતાનો સાથે રહે છે. પરંતુ કોઈ તેમની દરકાર લેવા તૈયાર નથી. 

આ અંગે એનજીઓના ટ્રસ્ટના સભ્યએ કહ્યુ કે, અમને માહિતી મળી હતી કે ઉધનાની એક સોસાયટીમાં પરિવારે તેમના ઘરમાં એક મહિલાને ગોંધી રાખી છે. ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યાં હતા. આ મહિલાની સ્થિતિ ખુબ ખરાબ હતી. તેમનું જમવાનું, પાણી પીવાનું અને શૈચાલય પણ એક જ સ્થળે હતું. 

આ પણ વાંચોઃ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા સુરતના 21 વર્ષીય યુવકે કરી આત્મહત્યા

આ મહિલાના પતિએ સ્પષ્ટ રીતે કહ્યું કે અમે તેને મુક્ત કરવાના નથી. તેમના સંતાનોએ કહ્યું કે, અમારી માતા જ્યારે અમને માર મારતી ત્યારે કોઈ મદદે આવ્યું નહીં. તે તેમના કર્મના ફળ ભોગવી રહ્યાં છે. તેમના સંતાનોએ કહ્યું કે, જો તમે તેને બળજબરીથી લઈ જશો તો માતાજી તમારૂ પણ નુકસાન કરશે. ત્યારબાદ આ એનજીઓએ પોલીસની પણ મદદ લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More