Home> Gujarat
Advertisement
Prev
Next

હવે પેપરલીક કર્યું તો મર્યા: ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક કાયદો બની જશે, આ છે નિયમો અને દંડની જોગવાઈઓ

વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પક્ષ-વિપક્ષ ભૂલી બિલ પાસ કરવા અપીલ કરી હતી. પરંતુ ગુજરાત સરકારે હરિયાણા અને રાજસ્થાન સરકારના કાયદાની કોપી કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.

હવે પેપરલીક કર્યું તો મર્યા: ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક કાયદો બની જશે, આ છે નિયમો અને દંડની જોગવાઈઓ

પ્રશાંત ઢીવરે/સુરત: આજે બોર્ડ, યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું છે. જેમાં ગેરરીતિ આચરનારાઓને ત્રણ વર્ષ સુધી કેદની જોગવાઈ છે. વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પક્ષ-વિપક્ષ ભૂલી બિલ પાસ કરવા અપીલ કરી હતી. પરંતુ ગુજરાત સરકારે હરિયાણા અને રાજસ્થાન સરકારના કાયદાની કોપી કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. આવતીકાલે વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળશે.

ભાવનગરઃ લગ્નના માંડવે દીકરીને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને હૃદય ફાટી જશે!

જીગ્નેશ મેવાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક પેપર લીકની ઘટના બની છે. ગુજરાતને દેશનું મોડેલ સ્ટેટ કહેવામા આવે છે જ્યાં આવો કાયદો આવી રહ્યો છે. આ બીલના સંદર્ભે ગર્વ લેવાની વાત નથી. ગુજરાતની અંદર સૌથી વધારે રોજગારી ક્યાંથી આવે છે? ગુજરાત સરકાર આવા કોઈ આંકડા આપતી નથી. 

રાજ્ય સરકારે વિધાનસભામાં પરીક્ષા અંગે વિધેયક મંજૂર કરતા સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે જે રીતના પરીક્ષા પહેલા જ પેપર લીક થવાની ઘટના બનતી હતી. વર્ષોથી તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળતી હતી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવા વિધેયક પસાર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. પરીક્ષાનો પેપર લીક કરનારને 10 વર્ષની સજા સાથે 1 કરોડ દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે બિનજામીન માત્ર ગુના છે .સરકારે રજૂ કરેલા  વિધેયકને લઈ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

વેરા માટે પ્રજાનો વારો પાડતું તંત્ર, કેમ ભૂલી જાય છે સરકારી કચેરીઓનું કરોડોનું લેણું

કોના માટે શું જોગવાઇ રહેશે

  • 1 પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા.
  • 2 પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ
  • 3 પેપર ખરીદનારાં ઉમેદવારો- 1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ

મહત્વનું છે કે, લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય.

IPS સફિન હસને આ પોલીસ સ્ટેશનમાં કરી સરપ્રાઇઝ વિઝિટ, રાત્રિના 4 વાગ્યા સુધી ડ્રાઈવ

અગાઉ ગુજરાતમાં પેપર લીક બાદ નવા બની રહેલા કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયું હતું. આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે.

એઇડન માર્કરામ સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળશે, SRHએ કરી જાહેરાત

આ માટે સરકારે કાયદાનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે અને સમગ્ર દેશમાં આવા કિસ્સા વિરોધી કાનૂનમાં ન હોય તેવા કડક કાયદા અને કલમો દાખલ કરવામાં આવ્યા છે. મોટા ગુનાહિત ષડયંત્રના કિસ્સામાં લાગુ કરાય છે તેવી કલમો આઇપીસીની વિવિધ કલમોને તેમાં રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે સામાન્ય વહીવટ વિભાગે મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર વિધેયકનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે તેને મંજૂરી આપી દીધી છે. હવે તે વિધેયક વિધાનસભા ગૃહમાં મંજૂરી માટે આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More