Home> Gujarat
Advertisement
Prev
Next

Navsari: ડાયાબીટીસથી પીડિત 62 વર્ષીય મહિલાએ 10 દિવસમાં કોરોનાને હંફાવ્યો

શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. કોવિડ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોના જેમના માટે સૌથી વધુ જોખમકારક છે

Navsari: ડાયાબીટીસથી પીડિત 62 વર્ષીય મહિલાએ 10 દિવસમાં કોરોનાને હંફાવ્યો

સુરત: શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. કોવિડ સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં મોટી સંખ્યામાં દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોના જેમના માટે સૌથી વધુ જોખમકારક છે એવા 45 થી 60 વર્ષની વયજૂથના દર્દીઓએ કોરોનાને હરાવ્યો હોય એવા સંખ્યાબંધ કેસો ઉજાગર થયા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના સિનીયર સિટીઝન 62 વર્ષીય હંસાબેન ઠાકોરભાઈ પટેલે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. ડાયાબિટીસથી પીડિત હંસાબેન નવી સિવિલમાં 10 દિવસની સારવાર લઇ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે પટેલ પરિવાર ખુશખુશાલ બન્યો હતો. દુબઈમાં રહેતા પુત્ર માટે આ પ્રસંગ અતિ આનંદદાયી બન્યો હતો.

આ પણ વાંચો:- કોરોના પેશન્ટના સગાંને વેચ્યા ડુપ્લીકેટ રેમડેસિવિર ઇંજેક્શન, આરોપીઓને 10 દિવસના રિમાન્ડ

સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા હંસાબેન જણાવે છે કે, ‘તા. 17 એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યા બાદ તા. 18 નાં રોજ પરિવારના સભ્યો દ્વારા નવસારીની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તબિયતમાં કોઇપણ સુધાર ન જણાયો હતો. ઓક્સિજન લેવલ પણ ઘટીને 85-89 થયું.

આ પણ વાંચો:- સુરતથી ઝડપાઇ ચડ્ડી-બનિયાનધારી ગેંગ, VIP ઘરોને બનાવતી હતી નિશાન

ચિંતાતુર પરિવારે 21 એપ્રિલના રોજ નવી સિવિલમાં દાખલ કરી. જ્યાં મને તા. 21 થી 25 એમ પાંચ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવી હતી. શ્વાસ લેવામાં થોડી રાહત મળી હતી, અને ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તા. 26 એપ્રિલથી નોર્મલ રૂમમાં રાખી. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ નવી સિવિલના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે.

આ પણ વાંચો:- 'કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી', તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે  તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામેનું યુદ્ધ જીતી છું.’ નવી સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રીશ્યન વિભાગના તબીબ ડૉ.વિવેક ગર્ગ, ડૉ.હેમાંગિની પટેલ, ડૉ.આદિત્ય ભટ્ટ, ડૉ,સ્નેહા પુરોહિત, ડૉ.આકાશ સ્વેન, ડૉ.અનિરુદ્ધ રાજ દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ કોમોર્બિડ હોવા છતાં 10 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More