Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધુ એક લવ જેહાદ! 15 વર્ષીય સગીરાનું મુસીબે કર્યું અપહરણ, જાણો પોલીસે કેવી રીતે છોડાવી?

હાલના સમયમાં લવ જેહાદ ના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક આજે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુજરાતમાં વધુ એક લવ જેહાદ! 15 વર્ષીય સગીરાનું મુસીબે કર્યું અપહરણ, જાણો પોલીસે કેવી રીતે છોડાવી?

ઝી બ્યુરો/સુરત: સુરતની 14 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રના યુવકે સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. પોલીસ મથકમાં કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસીબ નામના યુવકની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હતી. 

શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, ગ્રહણને લઈ દર્શનાર્થી માટે કયારે ખૂલશે કપાટ?

સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા બાદ મહારાષ્ટ્રના એક યુવાને સુરતમાં રહેતી 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની અમદાવાદના કાલુપુર ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી હતી. મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. 

લીવ ઈન રિલેશનશીપનો કરૂણ અંજામ! માતાની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાના ગળાના ભાગે ઘા ઝીંક

ત્યારબાદ મિત્રતા વધી અને બંને એ વાતચીત શરૂ કરી હતી. તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી. ત્યારબાદ કિશોરી તેમના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેમની સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

ઝેરી સાપનો જીવ બચાવવા પોલીસકર્મીએ જીવ જોખમમાં મૂક્યો, VIDEO જોઈને લોકો ચોંકી ગયા

મહત્વનું છે કે હાલના સમયમાં લવ જેહાદ ના કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક આજે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી.

હવે બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર; જાણો કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે?

મુસીબ કિશોરીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. જ્યારે ફરીથી મહારાષ્ટ્ર જાય તે દરમિયાન આ કિશોરી અમદાવાદના કાલુપુર ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક અમદાવાદના કાલુપુર જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને 14 વર્ષીય કિશોરીને તેમના ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 

ઘોર કળિયુગ! 50 વર્ષીય નરાધમે માસુમ બાળકીના મોઢે ડૂચો મારી દુષ્કર્મ આચર્યું, પછી..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More